73rd Emmy Awards : નેટફ્લિક્સની ‘Indian Matchmaking’ નો જલવો, શો એમી એવોર્ડ માટે થયો નામાંકિત

મેચમેકર સીમા તાપરીયા (Sima Taparia) એ નેટફ્લિક્સ પર પ્રીમિયર થયેલ શો ઇન્ડિયન મેચમેકિંગ (Indian Matchmaking) હેડલાઇન્સનો એક ભાગ બની રહ્યો હતો. હવે આ શોને એમી એવોર્ડ્સમાં નોમિનેટ કરવામાં આવ્યો છે.

73rd Emmy Awards : નેટફ્લિક્સની Indian Matchmaking નો જલવો, શો એમી એવોર્ડ માટે થયો નામાંકિત
Seema Taparia
| Edited By: | Updated on: Jul 14, 2021 | 2:34 PM

નેટફ્લિક્સ (Netflix) નો શો ઇન્ડિયન મેચમેકિંગ (Indian Matchmaking) નું જ્યારે પ્રીમિયર થયું હતું, ત્યારે તે લાંબા સમય સુધી હેડલાઇન્સનો એક ભાગ બની રહ્યો હતો. આ શોનું સંચાલન સીમા તાપરીયા (Sima Taparia) એ કર્યું છે. શોથી તેઓ ઇન્ટરનેટ પર છવાઈ ગયા હતા. સીમા તાપરીયા આ શોમાં તેમના ટ્રાઈડ અને ટ્રસ્ટેડ ફોર્મૂલા સાથે એલિજિબલ બેચલરને મેળવવા માટેનો પ્રયત્ન કરતી જોવા મળ્યા હતા.

જે બાદ આ શો વિવાદોનો ભાગ બની ગયો હતો. હવે એમી એવોર્ડ્ માટે નોમિનેશન આવી ગયા છે, જેમાં એક એવું નોમિનેશન બહાર આવ્યું છે, જેના વિશે જાણ્યા પછી દરેક ચોંકી ગયા છે.

નેટફ્લિક્સનો શો ઇન્ડિયન મેચમેકિંગને એમી એવોર્ડ્સમાં નામાંકિત કરાયો છે. આ શોને આઉટસ્ટેન્ડિંગ અનસ્ટ્રક્ચર્ડ રિયાલિટી પ્રોગ્રામ કેટેગરીમાં નામાંકિત કરાયો છે. આ શો બિલો ડૈક, સેલિંગ સનસેટ, રુપોલ ડ્રેગ રેસ જેવા ઘણા વેબ શો સાથે નોમિનેટ કરવામાં આવ્યો છે. એમી એવોર્ડ્સનું પ્રીમિયર 19 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ થવાનું છે.

શોને કરવામાં આવ્યો હતો ટ્રોલ

ઇન્ડિયન મેચમેકિંગ શોનો પ્રીમિયર 16 જુલાઈ 2020 ના રોજ થયો હતો. તે 8 એપિસોડની સિરીઝ છે જે સ્મૃતિ મુંધર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ટીવી સિરીઝમાં મુંબઈની મેરેજ મેચમેકર સીમા તાપરીયા જોવા મળ્યા હતા, જે એકલા છોકરા-છોકરીઓને તેમના પરફેક્ટ પાર્ટનર શોધવામાં મદદ કરે છે. આ શો અર્ધ વાસ્તવિકતા અને અર્ધ ડોક્યુમેન્ટરી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં આઠ ક્લાઇન્ટ બતાવવામાં આવ્યા હતા, જેના માટે સીમા સંબંધની શોધમાં જોવા મળ્યા હતા. તે છોકરા અને યુવતીના માતાપિતા અને તેના વિશેના અન્ય લોકોના અભિપ્રાય વિશે જાણ્યા પછી મેચમેકિંગ કરતા હતા. શોને મિક્સ રિવ્યૂ મળ્યા હતા. કેટલાક લોકોએ તેને પોઝિટિવ રિવ્યૂ આપ્યા તો કેટલાકે ખરાબ રીતે ટ્રોલ કરી હતી.

કોણ છે સીમા તાપરીયા

સીમા તાપરીયા વિશે વાત કરીએ તો તે મુંબઈ સ્થિત મેચમેકર છે. સીમા એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના લગ્ન 19 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેમણે લોકોના સંબંધો કરાવાનું કામ એક શોખ તરીકે કર્યું હતું, પરંતુ પાછળથી તેમને આ કામ ગમ્યું અને હવે તે એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે તે ભારતીયો સાથે અમેરિકા, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા સ્થળોએ એકલા લોકો માટે સંબંધો શોધતા રહે છે.