
કપૂર ફેમીલીના ચોવીસ સભ્યોએ ફિલ્મોમાં અભિનય કર્યો છે. પૃથ્વીરાજ કપૂર બાદ તેમના ત્રણ પુત્રો રાજ, શમ્મી અને શશી અને અન્ય સંબંધીઓએ પણ અભિનય કર્યો. કપૂર પરિવારનું નામ 1999 થી રેકોર્ડ બુકમાં છે.

એસએસ રાજામૌલીની બાહુબલી: ધ બિગિનિંગ પાસે 50,000 ચોરસ ફૂટથી વધુનું સૌથી મોટું પોસ્ટર બનાવવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.

જગદીશ રાજ અભિનેતાએ 'સૌથી ટાઇપકાસ્ટ અભિનેતા' તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2002 ની આવૃત્તિમાં ઉમેરવામાં આવી હતી. કહો ના, પ્યાર હૈ કુલ 92 એવોર્ડ જીતી હતી.

યાદે ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સુનીલ દત્તે કર્યું હતું અને માત્ર તેમને અભિનય પણ કર્યો હતો. આ ફિલ્મમાં માત્ર એક જ અભિનેતા છે અને તેથી 'સૌથી ઓછા કલાકારોની શ્રેણીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ મળ્યો છે.

આમિર ખાન અભિનીત ફિલ્મ પીકે ડિસેમ્બર 2014 માં રિલીઝ થયા બાદ ઝડપથી સૌથી સફળ ફિલ્મ બની ગઈ હતી. જાન્યુઆરી 2015 સુધીમાં વિશ્વભરમાં કુલ 6.22 અબજ રૂપિયા કે 101.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી

લવ એન્ડ ગોડ (કૈસ ઔર લૈલા) 1986 માં રિલીઝ થઈ હતી તેને વિવિધ કારણોસર પૂર્ણ થવામાં 20 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. પ્રથમ, મુખ્ય અભિનેતા ગુરુ દત્તનું 1964 માં નિધન થયું અને ત્યારબાદ દિગ્દર્શક કે. આસિફનું 1971 માં. તેથી આ ફિલ્મ 1986 માં પૂર્ણ થઈ અને રિલીઝ થઈ શકી. બાદમાં સંજીવ કુમારે મુખ્ય ભૂમિકા સંભાળી.