Raju Srivastava Career : શક્તિમાનથી કર્યો હતો અભિયન પછીથી ફિલ્મો અને સીરીયલોમાં કર્યુ કામ

|

Sep 21, 2022 | 12:49 PM

Comedy King Raju Srivastava Death : કારકિર્દીની શરૂઆત સીરીયલથી કર્યા બાદ તેમણે 16 જેટલી ફિલ્મો અને 14 જેટલી ટીવી સીરીઝ અને અનેક સીરીયલોમાં કર્યુ હતું કામ.

Raju Srivastava Career : શક્તિમાનથી કર્યો હતો અભિયન પછીથી ફિલ્મો અને સીરીયલોમાં કર્યુ કામ
Comedy King Raju Srivastava Death

Follow us on

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) હવે આપણી વચ્ચે નથી રહ્યા.10 ઓગસ્ટ, 2022 ના રોજ, સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે, તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી. તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ આજે તેઓ જિંદગી સામે જંગ હારી ગયા.

રાજુએ પોતાના જીવનમાં અનેક પ્રકારની ફિલ્મો અને સ્ટેજ શો કર્યા. મિત્રો, આજના આર્ટિકલમાં અમે તમને કિંગ ઓફ કોમેડી રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ, કાર, બાયોગ્રાફી, એસેટ્સ વગેરે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો લેખમાં આગળ વધીએ અને રાજુ શ્રીવાસ્તવ વિશે બધું જાણીએ.

રાજુ શ્રીવાસ્તવનું જીવનચરિત્ર

રાજુ શ્રીવાસ્તવે પોતાના જીવનમાં કલ્યાણ જી, આનંદ જી, નીતિન મુકેશ વગેરે જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. રાજુએ ભારતમાં જ નહીં વિદેશમાં પણ કામ કર્યું હતું. રાજુની ખ્યાતિનું સૌથી મોટું કારણ તેને ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોમાંથી મળેલી સફળતા હતી. રાજુ બાળપણથી જ અલગ-અલગ ફિલ્મ અભિનેતાઓ અને સેલિબ્રિટીઓની નકલ કરતો હતો. રાજુને આ મિમિક્રી કરવાની પ્રતિભા તેના પિતા રમેશ શ્રીવાસ્તવ પાસેથી મળી હતી. રાજુના પિતા ગામના નાના-નાના કાર્યક્રમોમાં લોકોની મિમિક્રી કરતા, જેને જોઈને રાજુ મોટો થયો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

રાજુએ નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે તેણે પોતાનું કરિયર કોમેડીમાં બનાવવી જોઈએ. તેથી તે કરિયરની શોધમાં મુંબઈ આવ્યો હતો. જેમ તમે જાણો છો કે મુંબઈમાં કામ મેળવવું કેટલું મુશ્કેલ છે, તેથી રાજુને મોટી અને સારી નોકરી ન મળે ત્યાં સુધી મુંબઈની ગલીઓમાં ઓટો રિક્ષા પણ ચલાવી. પરંતુ બાદમાં રાજુનું નસીબ ફરી વળ્યું અને તેને ટીવી પર પહેલો બ્રેક શક્તિમાન નામની ટીવી સિરિયલમાં મળ્યો. આ પછી રાજુએ પાછું વળીને જોયું નથી અને પોતાના જીવનમાં ઘણા સ્ટેજ અને કોમેડી શો કર્યા.

2010માં રાજુએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તરફથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ અંડરવર્લ્ડ પર કોમેડી અને જોક્સ કરવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી.

આ બધું કરતી વખતે, વર્ષ 2013 માં, રાજુએ પ્રખ્યાત ટીવી શો નચ બલિયેની સીઝન 6 માં તેની પત્ની સાથે ડાન્સમાં પણ ભાગ લીધો હતો. પરંતુ તે આ શો જીતી શક્યા નહોતો.

રાજુએ પોતાની ફિલ્મી કરિયર ઉપરાંત રાજકારણમાં પણ હાથ અજમાવ્યો અને વર્ષ 2014માં સમાજવાદી પાર્ટી વતી ચૂંટણી પણ લડી પરંતુ રાજુ ચૂંટણી જીતી શક્યા નહીં.

રાજુ શ્રીવાસ્તવનું જીવનચરિત્ર

આખું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ
જન્મ તારીખ 25 ડિસેમ્બર 1963
બાળપણનું નામ (ઉપનામ) ગજોધર, રાજુ ભૈયા
જન્મસ્થળ કાનપુર, ઉત્તર પ્રદેશ
ઉંમર 59 વર્ષ
સ્ટેન્ડ-અપ કોમેડિયન
રાષ્ટ્રીયતા ભારતીય
વ્યવસાયે અભિનેતા
ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ
ધર્મ હિન્દુ
કુલ મિલકત 15 થી 20 કરોડ

રાજુ શ્રીવાસ્તવની ફિલ્મી કારકિર્દી

રાજુએ પોતાની ફિલ્મી કરિયરમાં વધુ ફિલ્મો કરી નથી. સૂત્રોનું માનીએ તો તેણે રાજુની ભૂમિકામાં માત્ર 16-17 ફિલ્મો જ કરી છે

વર્ષ ફિલ્મ નામ ભૂમિકા
1988 – તેજાબ (મહેમાન કલાકાર)
1989 – મેને પ્યાર કિયા (ટ્રક ક્લિનર)
1993 – બાઝીગર (કોલેજનો વિદ્યાર્થી)
1993 – મિસ્ટર આઝાદ
1994 – અભય
2001 -આમદમી અઠ્ઠની ખર્ચા રૂપિયા
2002 – વાહ! તેરા ક્યા કહેના
2003 – મૈં પ્રેમ કી દીવાની હૂં શંભુ
2006 – વિદ્યાર્થી: ધ પાવર ઓફ સ્ટુડન્ટ્સ
2007 – બિગ બ્રધર
2007 – બોમ્બે ટુ ગોવા
2010 – ભાવનાઓ કો સમજો(દયા ફ્રોમ ગયા)
2010- બારૂદ : ફાયર – ધ લવ સ્ટોરી
2017- ટોયલેટ: એક પ્રેમ કથા
2017- મહેમાન દેખાવ
2017 – ફિરંગી

રાજુ શ્રીવાસ્તવની ટીવી કારકિર્દી
સીરીયલ નંબર TV સીરીયલ નામ

1 – શક્તિમાન
2- બિગ બોસ 3
3 -ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ
4 -કોમેડી કા મહાકુંભ
5 – કોમેડી સર્કસ

આ ઉપરાંત તેમણે 14 ટીવી સીરીઝમાં પણ કામ કરેલું છે.

Published On - 11:40 am, Wed, 21 September 22

Next Article