UP Election 2022: પાંચમા તબક્કામાં સમીકરણોની પરીક્ષા, 12 જિલ્લાની 61 બેઠકો માટે મતદારો તૈયાર, વાંચો VIP બેઠકોની શું છે પરીસ્થિતી ?

|

Feb 27, 2022 | 12:05 AM

અયોધ્યા ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. 2017માં ભાજપને અહીં જંગી બહુમતી મળી હતી. આ વખતે પણ ભાજપ માટે અહીં જીત મેળવવી મોટો પડકાર હશે.

UP Election 2022: પાંચમા તબક્કામાં સમીકરણોની પરીક્ષા, 12 જિલ્લાની 61 બેઠકો માટે મતદારો તૈયાર, વાંચો VIP બેઠકોની શું છે પરીસ્થિતી ?
UP Assembly Election - Symbolic Image

Follow us on

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં,  27 ફેબ્રુઆરીએ એટલે કે રવિવારે મતદાનના પાંચમા તબક્કા માટે ધમાસાણ ચાલી રહ્યું છે. આ તબક્કામાં અવધ અને પૂર્વાંચલના 12 જિલ્લાની 61 બેઠકો દાવ પર છે. આ 12 જિલ્લા અમેઠી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, રાયબરેલી, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઇચ, શ્રાવસ્તી અને ગોંડા છે. ભગવાન રામની નગરી અયોધ્યા પણ આ 12 જિલ્લામાં સામેલ છે, જ્યાં રામ મંદિરનું નિર્માણ એક મોટો મુદ્દો છે. અહીં ભાજપ માટે જીતનો પડકાર રહેશે. ગત ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો કબજો રહ્યો હતો. અયોધ્યા ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. 2017માં અહીં ભાજપને જંગી બહુમતી મળી હતી.

ભાજપ સામે પડકાર એ છે કે તે તેના પાછલા પ્રદર્શનને ફરી એક વખત રિપીટ કરે. તે જ સમયે, બાકીની પાર્ટીઓ તેમના જૂના પ્રદર્શનને સુધારવા માટે લડત આપી રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. પાંચમા તબક્કામાં તમામ પક્ષોના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. આ જિલ્લાઓ પર 2017 ના પરિણામો નીચે મુજબ છે.

2017માં કોને કેટલી સીટો મળી

અમેઠીમાં ભાજપના 3 અને સપાના 1 ઉમેદવારે 4 બેઠકો જીતી છે. સુલતાનપુરમાં 5 સીટમાંથી ભાજપને 4 અને સપાને 1 સીટ મળી છે. ચિત્રકૂટની કુલ 2 બેઠકો પર ભાજપને જીત મળી હતી. પ્રતાપગઢની કુલ 7 બેઠકોમાંથી ભાજપે 2, AD(S) 2, કોંગ્રેસ 1 અને IND એ 2 બેઠકો જીતી હતી. કૌશામ્બીમાં ભાજપે કુલ 3 સીટો પર જીત મેળવી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

પ્રયાગરાજની 12 બેઠકોમાંથી ભાજપને 8, બસપાને 2, SPને 1 અને AD(S)ને 1 બેઠક મળી. બારાબંકીની કુલ 6 બેઠકોમાં ભાજપને 5 અને સપાને 1 બેઠક મળી હતી. અયોધ્યામાં ભાજપે કુલ 5 બેઠકો જીતી હતી. બહરાઈચમાં કુલ 7 બેઠકોમાંથી ભાજપને 6 અને સપાને 1 બેઠક મળી હતી. શ્રાવસ્તીની કુલ 2 બેઠકોમાંથી ભાજપને 1 અને બસપાને 1 બેઠક મળી હતી. ગોંડામાં ભાજપે 7 બેઠકો જીતી હતી.

કોણ કોણ મુખ્ય ચેહરાઓ છે મેદાનમાં ?

પાંચમા તબક્કામાં, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય તેમના ગૃહ જિલ્લા કૌશામ્બીના સિરાથુ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર છે, જેમની સામે સમાજવાદી પાર્ટીએ અપના દળ (સામ્યવાદી) નેતા પલ્લવી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પલ્લવી પટેલની બહેન અને કેન્દ્ર સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલ કેશવ પ્રસાદ મૌર્યની તરફેણમાં પ્રચાર કરી રહી છે.

બીજી તરફ અનુપ્રિયા પટેલના માતા ક્રિષ્ના પટેલ પ્રતાપગઢ સદરથી સમાજવાદી ગઠબંધનના ઉમેદવાર તરીકે ભાજપને ટક્કર આપી રહ્યા છે. તો તે જ સમયે, રઘુરાજ પ્રતાપ સિંહ, જે 1993 થી પ્રતાપગઢ જિલ્લાના કુંડાથી ચૂંટણી જીતી રહ્યા છે, તેઓ આ વખતે તેમના દ્વારા રચિત જનસત્તા પાર્ટી તરફથી પરંપરાગત બેઠક પર ચૂંટણી મેદાનમાં છે.

અમેઠીમાં ભાજપના ઉમેદવાર સંજય સિંહ

સીએમ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ પ્રતાપગઢ જિલ્લાના બેલ્ટમાંથી ચૂંટણી મેદાનમાં છે. અમેઠીના ભૂતપૂર્વ રજવાડાના વડા સંજય સિંહ આ વખતે અમેઠીમાં ભાજપ તરફથી ઉમેદવાર છે. તે જ સમયે, પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિની પત્ની મહારાજી દેવી સપામાંથી ચૂંટણી લડી રહી છે.

ખાદી ગ્રામોદ્યોગ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પ્રયાગરાજ જિલ્લાની પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર, આ જિલ્લાના નાગરિક ઉડ્ડયન મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી દક્ષિણ, ગોંડા જિલ્લાના સમાજ કલ્યાણ મંત્રી રમાપતિ શાસ્ત્રી માનકાપુર સુરક્ષિત અને રાજ્ય મંત્રી ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય ચિત્રકૂટ વિધાનસભા મતવિસ્તારથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

પાંચમા તબક્કામાં 692 ઉમેદવારો

પાંચમા તબક્કામાં 692 ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભાવિનો નિર્ણય લગભગ 2.24 કરોડ મતદારો કરી રહ્યા છે. આ તબક્કો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ચૂંટણીમાં ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાથી લઈને પ્રયાગરાજ અને ચિત્રકૂટ જેવા ધાર્મિક સ્થળો સુધી ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દાની સાથે આસ્થાની કસોટી, અમેઠીમાં ગાંધી પરિવારની રાજનીતિ અને પ્રતાપગઢમાં રાજા ભૈયાની તાકાતની પરીક્ષા પણ આ તબક્કામાં છે.

આ પણ વાંચો : Russia-Ukraine Crisis: યુક્રેનમાંથી 219 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ મુંબઈ પહોંચી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું સ્વાગત

Published On - 11:57 pm, Sat, 26 February 22

Next Article