UP Elections 2022: યોગી કેબિનેટમાંથી Swami Prasad Mauryaએ આપ્યું રાજીનામું, જાણો હવે કઈ પાર્ટીમાં જોડાશે

યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી આદિત્યનાથ કેબિનેટમાં શ્રમ, રોજગાર અને સંકલન મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya) રાજીનામું આપી દીધું છે.

UP Elections 2022: યોગી કેબિનેટમાંથી Swami Prasad Mauryaએ આપ્યું રાજીનામું, જાણો હવે કઈ પાર્ટીમાં જોડાશે
UP Minister Swami Prasad Maurya resigns from Yogi Cabinet (File Pic)
| Edited By: | Updated on: Jan 11, 2022 | 4:17 PM

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Elections 2022) પહેલા ભાજપને(BJP) મોટો ઝટકો લાગ્યો છે. યોગી આદિત્યનાથ (Yogi Adityanath) કેબિનેટમાં શ્રમ,રોજગાર અને સંકલન મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya) પાર્ટી પર આરોપ લગાવતા રાજીનામું આપી દીધું છે.

રાજ્યપાલને મોકલવામાં આવેલા રાજીનામામાં સ્વામી પ્રસાદ મૌર્યએ તેમના રાજીનામાનું કારણ વધતી બેરોજગારી, ભાજપ સરકારનું દલિતો અને પછાત લોકો પ્રત્યેનું વર્તન અને વ્યાપારીઓની ઉપેક્ષાને ગણાવ્યું છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામાની અંદર લખ્યું કે- “માનનીય રાજ્યપાલ, માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની કેબિનેટમાં શ્રમ, રોજગાર અને સંકલન મંત્રી તરીકે, વિપરીત સંજોગો અને વિચારધારા હોવા છતાં, મારી જવાબદારી ખૂબ જ ખંતપૂર્વક નિભાવી છે પરંતુ દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ પ્રત્યેના ઘોર ઉપેક્ષાપૂર્ણ વલણને કારણે હું ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

સમાજવાદી પાર્ટીમાં જવું નક્કી

સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) ટ્વિટ કરીને તેમનું સ્વાગત કર્યું છે. અખિલેશે ટ્વીટ કર્યું- “સામાજિક ન્યાય અને સમાનતા માટે લડનારા લોકપ્રિય નેતા શ્રી સ્વામી પ્રસાદ મૌર્યજી અને SPમાં તેમની સાથે આવેલા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું આશાસ્પદ સ્વાગત અને શુભેચ્છાઓ! સામાજિક ન્યાયની ક્રાંતિ થશે ~ વીસમાં પરિવર્તન આવશે. આ સિવાય નસીમુદ્દીન સિદ્દીકી ટૂંક સમયમાં સપામાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

કોણ છે સ્વામી પ્રસાદ મૌર્ય?

  • તેઓ યુપી સરકારમાં મંત્રી છે અને 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
  • પછાત સમાજના મોટા નેતા માનવામાં આવે છે અને 80ના દાયકાથી રાજકારણમાં છે.
    બસપાના (BSP) પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
  • 2012થી 2016 સુધી યુપી વિધાનસભામાં વિપક્ષી પાર્ટીના નેતા હતા.
  • 8 ઓગસ્ટ 2016ના રોજ ભાજપમાં જોડાયા.
  • તેમની પુત્રી સંઘમિત્રા મૌર્ય બદાઉનથી(Badaun) ભાજપના સાંસદ છે.
  • ભાજપ પહેલા તેઓ લોકદળ અને બસપામાં રહી ચૂક્યા છે.

વધુ ત્રણ ધારાસભ્યોએ પણ સોંપ્યા રાજીનામા

બિલ્હોરના ભગવતી સાગર, શાહજહાંપુરથી ધારાસભ્ય રોશન લાલ વર્મા અને બાંદાના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિએ પણ ભાજપને પોતાના રાજીનામા સોંપ્યા છે.

આ પણ વાંચો: Delhi Corona Guidelines : દિલ્લીમાં તમામ ખાનગી કચેરીઓ બંધ, DDMA કર્યો આદેશ

આ પણ વાંચો: UP Election-2022: ટિકિટ વહેંચણીને લઈને આજે દિલ્હીમાં BJPની મહત્વની બેઠક, CM યોગી સહિત રાજ્યના મોટા નેતાઓ સામેલ થશે

Published On - 3:40 pm, Tue, 11 January 22