ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election) ચોથા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા માટે લખનૌની એક કોલેજના પ્રિન્સિપાલે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. તેમણે વચન આપ્યું છે કે જે બાળકોના માતા-પિતા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદાન કરશે અને આગામી તબક્કામાં પણ મતદાન કરશે તેમને 10 વધુ માર્કસ આપવામાં આવશે.
લખનૌની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ કુમારે દાવો કર્યો હતો કે આ પગલાનો હેતુ મતદાનમાં વધારો કરવાનો હતો. તેમજ નબળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો હતો. આ સાથે 100% મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું, “અમે એવા વિદ્યાર્થીઓને 10 માર્કસ આપીશું જેમના માતા-પિતા 23 ફેબ્રુઆરી અને આગામી તબક્કામાં મતદાનમાં સક્રિયપણે ભાગ લેશે. આના માધ્યમથી અમારો ટાર્ગેટ 100 ટકા સુધી મતદાન કરવાનો છે. તે નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં પણ મદદ કરશે.”
મતદાનના દિવસે અનેક શાળાઓને મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ક્રાઈસ્ટ ચર્ચ કોલેજ લખનૌ આવું જ એક કેન્દ્ર છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ હાથ ધરવામાં આવ્યો હતો અને બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ થયો હતો. ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂર્ણ થયો છે અને હવે ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ થશે. પાંચમા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. મતગણતરી 10 માર્ચે થશે.
We’ll reward 10 marks to the students whose parents will actively participate in polling by casting votes on Feb 23 (& further). Through this, we aim to bring voters’ turnout to 100%. It’ll also help weak students pass exams: Rakesh Kumar,Principal, Christ Church College, Lucknow pic.twitter.com/LFMuNZplEE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 22, 2022
વિદ્યાર્થીઓને કોલેજ તરફથી નંબરો મળશે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા લોકોના હિત માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. લખનૌ પ્રશાસન દ્વારા મતદારોને પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે સોમવારે વેપારીઓના સંગઠનો, એલપીજી વિતરણ એજન્સીઓ અને પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મતદાન કરેલ લોકોને મતદાનના દિવસે પેટ્રોલ અને ડીઝલ પર 2 ટકાની છૂટ આપવામાં આવશે.
આ પણ વાંચો : UP Election 2022 Phase 4 Voting Live Updates: યુપીમાં આજે ચોથા તબક્કાનું મતદાન,માયાવતીએ કર્યું મતદાન
આ પણ વાંચો : Lavender Farming : લવન્ડરની ખેતી કરીને ખેડૂતો લાખોમાં કરી શકે છે કમાણી, સરકારે બનાવી નવી યોજના