બાબા બાલકનાથ અને યોગી આદિત્યનાથ વચ્ચે શું છે તફાવત, બાલકનાથ સીએમ પદની રેસમાં છે સૌથી આગળ

|

Dec 05, 2023 | 2:32 PM

બાબા બાલકનાથના સમર્થકો અને ભાજપના કાર્યકરો પણ તેમને રાજસ્થાનના યોગી કહે છે. આ બંને નેતાઓ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. આજે અમે તમને જણાવીશું કે બંને નેતાઓ વચ્ચે શું સમાનતા છે? યોગીની જેમ બાલકનાથ પણ ભગવા વસ્ત્રો પહેરે છે અને ખુલ્લેઆમ હિન્દુત્વની વાત કરે છે.

બાબા બાલકનાથ અને યોગી આદિત્યનાથ વચ્ચે શું છે તફાવત, બાલકનાથ સીએમ પદની રેસમાં છે સૌથી આગળ

Follow us on

રાજસ્થાનમાં કેમ યોગી આદિત્યનાથ પાર્ટ ટુ કહેવામાં આવી રહ્યું છે, શું યોગી આદિત્યનાથના શિષ્ય છે બાબા બાલકનાથ, બાલકનાથને પડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, મહંત બાલકનાથનો જન્મ 16 એપ્રિલ 1982ના રોજ કોહરાણા ગામમાં થયો છે. બાલકનાથ યાદવ સમુદાયમાંથી આવે છે. સાથે નાથ સંપ્રદાયના આઠમાં મુખ્ય મહંત પણ છે. મહંત ચાંદનાથે 29 જુલાઈ 2016ના બાલકનાથને ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.

બાબા બાલકનાથે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો

નાથ સંપ્રદાયની સૌથી મોટી ગાદી બોહર નાથ આશ્રમના મહંત છે. જો આપણે શિક્ષણની વાત કરીએ તો બાબા બાલકનાથે પોતાની એફિડેવિટમાં ધોરણ 12સુધીનો અભ્યાસ કર્યો છે.5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ બાદ આ બાબની ખુબ ચર્ચા થઈ રહી છે.બાબા જે જીત પરથી જીત્યા ત્યાં તો તેના નામની ચર્ચા થઈ રહી છે પરંતુ તેનું નામ રાજસ્થાનના મુંખ્યમંત્રી પદમાં દાવેદાર માનવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનના સીએમ તરીકે મહંત બાલકનાથનું નામ આવી શકે છે

યુપીના સીએમ યોગી આદિત્યનાથની જેમ બાબા બાલકનાથ પણ નાથ સંપ્રદાયમાંથી આવે છે, રાજસ્થાનના લોકો નવા સીએમની રાહ જોઈ રહ્યા છે.યોગી અને બાલકનાથ વચ્ચે કેટલીક સમાનતાઓ અને કેટલાક તફાવતો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનના સીએમ તરીકે મહંત બાલકનાથનું નામ જાહેર થઈ શકે છે.બાલકનાથના નામાંકનથી લઈને ચૂંટણી પ્રચાર સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તિજારા બેઠક પર પહોંચ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શું ભાજપ રાજસ્થાનમાં ‘યોગી’ની ચાલ રમશે ?

જે રીતે 2017માં ભાજપે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને સીએમ બનાવ્યા, તેવી જ રીતે ભાજપ રાજસ્થાનમાં પણ એ જ રણનીતિ રમશે? જો તે આવું કરશે તો બાલકનાથની કિસ્મત ખુલી શકે છે.

બાલકનાથની કર્મભુમિ રાજસ્થાન છે

બાલકનાથનું જન્મસ્થળ હરિયાણા છે, પરંતુ તેમનું કર્મભૂમિ રાજસ્થાન છે. બાલકનાથ રાજસ્થાનના મેવાત વિસ્તારમાંથી આવે છે. તેઓ મેવાત વિસ્તારમાં હિન્દુત્વનું રાજકારણ પણ કરે છે

બાબા બાલકનાથને રાજસ્થાનની કમાન

મોદીજી ડબલ એન્જિનની વાત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બાબા બાલક નાથને રાજસ્થાનની કમાન સોંપવામાં આવે તો તેમને બેવડો ફાયદો મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બાબા બાલક નાથને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તો ભાજપ હરિયાણામાં પણ ચૂંટણીમાં ફાયદો ઉઠાવી શકે છે જ્યાં રોહતકમાં નાથ સંપ્રદાયની 150 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article