રાજસ્થાનનું ફલોદી બજાર ફરી પડ્યુ તેના સટ્ટાને લઈ સાચુ ! ભાજપ માટે આટલી બેઠકનો કર્યો હતો દાવો

|

Dec 03, 2023 | 1:44 PM

રાજસ્થાનના ફલોદી બજારમાં ચૂંટણીને લઈ સટ્ટા લગાવવામાં આવે છે.પરિણામ જાહેર થવાના થોડા દિવસ અગાઉ ફલોદી બજારમાં વાતાવરણ ગરમાયું હતુ. જેમાં બંન્ને પક્ષના ભાવ ઉંચા જઈ રહ્યા છે. જો કે ફલોદી સટ્ટા બજારે ભારતીય જનતા પાર્ટીને 110 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી.જેમાંથી ભાજપને અત્યાર સુધી 111 બેઠક મળી છે.

રાજસ્થાનનું ફલોદી બજાર ફરી પડ્યુ તેના સટ્ટાને લઈ સાચુ ! ભાજપ માટે આટલી બેઠકનો કર્યો હતો દાવો
phalodi satta bazar

Follow us on

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. રાજસ્થાનના ફલોદી બજારમાં ચૂંટણીને લઈ સટ્ટા લગાવવામાં આવે છે.પરિણામ જાહેર થવાના થોડા દિવસ અગાઉ ફલોદી બજારમાં વાતાવરણ ગરમાયું હતુ. જેમાં બંન્ને પક્ષના ભાવ ઉંચા જઈ રહ્યા છે. જો કે ફલોદી સટ્ટા બજારે ભારતીય જનતા પાર્ટીને 110 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી.જેમાંથી ભાજપને અત્યાર સુધી 111 બેઠક મળી છે.

જ્યારે ફલોદી બજારે કોંગ્રેસને 70 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી. રાજસ્થાનના ફલોદી બજારમાં માત્ર દેશની જ રાજનીતિ નહીં પરંતુ વિશ્વની રાજનીતિ, રમતગમત, અને વરસાદ જેવી અનેક વસ્તુઓ પર પણ આગાહી કરે છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ફલોદી બજારમાં કરવામાં આવેલુ મૂલ્યાંકન એકદમ સચોટ હોય છે. જેના કારણે ફલોદી બજારનું દેશ-દુનિયામાં એક આગવુ નામ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફલોદીએ નવા સીએમનું નામ જણાવ્યું

રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને પોતાની આગાહીઓ આપી છે. સટ્ટાબજારના જણાવ્યા અનુસાર પૂર્વ સીએમ વસુંધરા રાજે ફરી એકવાર રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. ફલોદીનો દાવો છે કે રાજે આ વખતે મોટા માર્જિનથી ચૂંટણી જીતશે. તેમના દ્વારા સમર્થિત અપક્ષો પણ મજબૂત દેખાય છે. આવી સ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ ફરી વસુંધરા પર જુગાર રમી શકે તેવી સંભાવના છે.

તો રાજસ્થાનમાં અત્યાર સુધી સત્તા પર સરકાર બદલવાનો પરંપરા છે. અત્યાર સુધી રાજસ્થાનમાં એક પાર્ટી સતત બે વખત સત્તા પર આવી હોય તેવી ઘટના બની નથી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ છે. તો કેરળમાં પણ આ જ પ્રકારની પરંપરા છે.

જોવા મળે છે. તો જો રાજસ્થાનની વાત કરીએ તો લગભગ આ પરંપરા 30 વર્ષથી ચાલી આવી છે. રાજસ્થાનમાં 1993માં ભાજપ 95 બેઠકો જીતીને સત્તા પર પાછા ફરવામાં સફળ થયું જ્યારે કોંગ્રેસને 76 બેઠકો મળી હતી.જ્યારે 1998માં કોંગ્રેસે 153 બેઠકો જીતી અને ભાજપે 33 બેઠકો જીતી.આ રીતે કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં મેળવી હતી. તો 2003માં ભાજપે 120 બેઠકો જીતી હતી.

( આ માહિતી વિવિધ સૂત્રો દ્વારા મેળેલી માહિતી છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી. તેમજ સટ્ટાબજારને કે સટ્ટાને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપતુ નથી )

Next Article