Karnataka Election: કર્ણાટક CM બસવરાજ બોમાઈએ મતદાન બાદ કહ્યું- આ વિકાસ અને નકારાત્મક પ્રચાર વચ્ચેની લડાઈ

|

May 10, 2023 | 12:15 PM

કર્ણાટક સીએમ બસવરાજ બોમ્માઈએ પોતાનો મત નાખ્યો હતો. બસવરાજે આ અંગે કહ્યું હતુ કે આ વિકાસ અને નકારાત્મક પ્રચાર વચ્ચેની લડાઈ છે.

Karnataka Election: કર્ણાટક CM બસવરાજ બોમાઈએ મતદાન બાદ કહ્યું- આ વિકાસ અને નકારાત્મક પ્રચાર વચ્ચેની લડાઈ
Karnataka Election

Follow us on

કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ શિગગાંવમાં મતદાન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું કર્ણાટકની જનતાને અપીલ કરવા માંગુ છું કે તેઓ 5 વર્ષ સુધી કર્ણાટકના ભવિષ્ય માટે તેમના મત અને મતદાનના અધિકારનો ઉપયોગ કરે.

પીએમએ મતદાન કરવા કરી અપીલ

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. ત્યારે આજે મતદાન સાંજે 6 વાગ્યા સુધી થશે. રાજ્યભરના 58,545 મતદાન મથકો પર કુલ 5,31,33,054 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારો 2,615 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે કે આ વર્ષે કોની સરકાર રચાશે અને કોણ કેટલા માર્જીનથી જીત મેળવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કર્ણાટક સીએમએ કર્યું મતદાન

કર્ણાટકમાં 2,615 ઉમેદવારોના આ વખતની ચૂંટણીમાં મેદાને છે ત્યારે આ તમામે તમામ ઉમેદવારોનું ભાવિ આવતી 13 મે જાહેર થશે. ત્યારે કર્ણાટકમાં ચાલી રહેલ મતદાનને લઈને મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. જે બાદ કર્ણાટક સીએમ બસવરાજ બોમ્માઈએ પોતાનો મત નાખ્યો હતો. બસવરાજે આ અંગે કહ્યું હતુ કે આ વિકાસ અને નકારાત્મક પ્રચાર વચ્ચેની લડાઈ છે.

 વિકાસ અને નકારાત્મક પ્રચાર વચ્ચેની લડાઈ- કર્ણાટક સીએમ

કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ શિગગાંવમાં પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું કર્ણાટકની જનતાને અપીલ કરવા માંગુ છું કે તેઓ 5 વર્ષ સુધી કર્ણાટકના ભવિષ્ય માટે તેમના મત અને મતદાનના અધિકારનો ઉપયોગ કરે. મેં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની મારી ફરજ નિભાવી છે, આ વખતે હું રેકોર્ડ માર્જિનથી જીતીશે અને ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમજ આ વિકાસ અને નકારાત્મક અભિયાન વચ્ચેની લડાઈ હોવાનું પણ જણાવ્યું હતુ.

લેખિકા સુધા મૂર્તિ મતદાન માટે અપીલ કરી

લેખિકા સુધા મૂર્તિએ બેંગલુરુના જયનગરમાં પોતાનો મત આપ્યો. તેણે કહ્યું- મને લાગે છે કે મત આપવો મારી ફરજ છે. મતદાન એ લોકશાહીનું મહત્વનું અંગ છે, મતદારો વિનાની કોઈપણ લોકશાહી એ બિલકુલ લોકશાહી નથી, તેથી હું દરેકને મતદાન કરવા વિનંતી કરીશ.

બજરંગ દળ અને બજરંગ બલી વિવાદ પર સિતારામણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ-બજરંગ બલી વિવાદ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અમે હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ અને બજરંગ બલિની પૂજા કરીએ છીએ, પરંતુ કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં આવો ઉલ્લેખ કર્યો છે, આ મૂર્ખતાનું ઉદાહરણ છે.

Published On - 12:15 pm, Wed, 10 May 23

Next Article