વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, જામનગરમાં દવાઓના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ભૂમિપૂજન કરશે

|

Apr 07, 2022 | 1:42 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 19 એપ્રિલે જામનગર ની મુલાકાત લઈ શકે છે. ‘ગ્લોબલ સેન્ટર ફઓર ટ્રેડિશનલ મેડિસિન'ની ઇમારતનું ભૂમિપૂજન કરશે. કેન્દ્ર સરકાર અને અને WHOના સહયોગથી આ સેન્ટર ચાલશે. અહીં દવાઓનું રિસર્ચ સેન્ટર હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, જામનગરમાં દવાઓના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ભૂમિપૂજન કરશે
PM Narendra Modi (PC- PTI)

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રના મોટા પ્રધાનો, નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક મહીનામાં જ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 19 એપ્રિલે જામનગરની મુલાકાતે આવશે જ્યારે 21 અને 22 એપ્રિલ એમ બે દિવસ દાહોદ અને બનાસકાંઠામાં ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરની મુલાકાત લઈ શકે છે. જામનગરમાં‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ની ઇમારતનું ભૂમિપૂજન કરશે. કેન્દ્ર સરકાર અને અને WHOના સહયોગથી આ સેન્ટર ચાલશે. અહીં દવાઓનું રિસર્ચ સેન્ટર હશે. મોદી દિલ્હીથી સીધા જ જામનગર આવે તેવી સંભાવના છે. ત્યાંથી તેઓ ફરી પાછા દિલ્હી જવા રવાના થઈ જશે. આ મુલાકાતના એક દિવસ બાદ ફરી પાછા ગુજરાતના પ્રવાસે આવશે અને ત્યારે બે દિવસ સુધી ગુજરાતમાં રોકાશે.

21 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ 2 જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દાહોદથી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કરશે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે એ માટે ગાંધીનગર ખાતે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મળી રહેલી જાણકારી પ્રમાણે 21 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી- નર્મદા રિવર લિંક અપ યોજનાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે ત્યારે પીએમ મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

22 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સાંજે એટલે કે 22 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આ મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પીએમ વાત કરશે. એપ્રિલ મહિનામાં 2 દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે રહેશે. જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળો ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં વડાપ્રધાનના ઉપરા ઉપરી બે પ્રવાસથી આ અટકળોને વેગ મળશે.

આ પણ વાંચોઃ રખડતા ઢોર નિયંત્રણ કાયદો મોકૂફ, પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતાં રોષ, માધવપુરના મેળામાં ભીડ એકઠી કરવા સુચના અપાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 12:15 pm, Thu, 7 April 22

Next Article