એક સમયે વિપુલ ચૌધરીનો રાજકારણમાં ડંકો હતો, જાણો પિતાના કારણે ‘માન’ મેળવનાર પૂર્વ ગૃહરાજ્ય મંત્રીની સફર વિશે

|

Sep 18, 2022 | 6:40 AM

વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હોય તેવો આ પહેલો બનાવ નથી, કારણ કે તેમની રાજકીય અને સહકારી કારકિર્દીમાં ઘણીવાર ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.

એક સમયે વિપુલ ચૌધરીનો રાજકારણમાં ડંકો હતો, જાણો પિતાના કારણે માન મેળવનાર પૂર્વ ગૃહરાજ્ય મંત્રીની સફર વિશે
Political journey of Vipul Chaudhary

Follow us on

એક સમયના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન વિપુલ ચૌધરી(Vipul Chaudhary)   ACB ના સંકજામાં સપડાયા છે. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના (Dudh sagar dairy) ચેરમેન પદ સમયે 800 કરોડની નાણાંકીય ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. આગામી વિધાનસભા ચૂંટણી અને દૂધસાગર ડેરીની ચૂંટણી પૂર્વે દિગ્ગજ  નેતાની ધરપકડથી રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે. જો કે ચૌધરી વિવાદમાં સપડાયા હોય તેવો આ પહેલો બનાવ નથી, વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હોય તેવો આ પહેલો બનાવ નથી, કારણ કે તેમની રાજકીય અને સહકારી કારકિર્દીમાં ઘણીવાર ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જાણો તેમના સફર વિશે….

યુવાનેતાથી રાજકીય સફરની શરૂઆત

જો વિપુલ ચૌધરીની રાજકીય સફર પર એક નજર કરીએ તો મહેસાણામાં (mehsana)  ધોરણ 12 નો અભ્યાસ કર્યા બાદ તેઓ અમદાવાદમાં કોલેજ કરવા ગયા હતા. બાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં જનરલ સેક્રેટરી બન્યા. ઉપરાંત ગુજરાત યૂનિવર્સિટીની (gujarat university)  સેનેટની ચૂંટણી જીતને કારણે ચર્ચામાં આવ્યા. મહત્વનું છે કે વિપુલ ચૌધરીને રાજકારણ વારસામાં મળ્યુ છે એમ કહી શકાય. તેમના પિતા માન સિંહ ચૌધરી ગાંધીજીના ‘અસહકાર આંદોલન’માં અગ્રણી હતા. અસહકાર આંદોલન માટે તેમણે યુવાનોને સંગઠિત કરવાનું કામ કર્યું હતું.  વિપૂલ ચૌધરીને, તેમના પિતાને કારણે રાજકીય-સહકારી સહીતના ક્ષેત્રોમાં માન મળ્યુ હતું.  નાની ઉંમરમાં જ ગુજરાતમાં ભાજપ અને રાજપા સરકારમાં પ્રધાન બન્યા હતા.

શંકરસિંહ વાઘેલાનો મળ્યો સાથ

વિપુલ ચૌધરીના પિતા અને મહેસાણા દૂધસાગર ડેરીનો પાયો નાખનાર માનસિંહ ચૌધરીની સાથે શંકરસિંહ વાઘેલાને નજીકના સંબંધ હતા. આ સમયે ભાજપનું સુકાન પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના હાથમાં હતું. આથી શંકરસિંહ વિપુલ ચૌધરીને ભાજપમાં (BJP) લાવ્યા.વર્ષ 1995માં ચૂંટણી લડીને પહેલીવાર વિપુલ ચૌધરી ધારાસભ્ય બન્યા.એટલુ જ નહીં ધારાસભ્ય બનતાની સાથે જ એમને કેશુભાઈ પટેલની સરકારમાં તેમને રાજ્યકક્ષાના ગ્રામ્ય વિકાસમંત્રી તરીકેનું સ્થાન મળી ગયું.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આ કારણે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યુ

બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદ  થતા તેણે સાથ છોડી દીધો.અને સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યુ.બાદમાં તેઓ ગુજરાત મિલ્ક માર્કટિંફેડરેશના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા. જો કે સાગર દાણના કૌભાંડ બાદ તેમને ચેરમેન પદથી દૂર કરવામાં આવ્યા હતા.એ વખતે ફરિયાદના આધારે CID ક્રાઈમ બ્રાચે ધરપકડ કરી હતી.અને હવે ફરી એક વખત દૂધસાગર ડેરીના (Dudh sagar dairy) ચેરમેન પદ સમયે 800 કરોડની નાણાંકીય ગેરરીતિઓ આચર્યાનો તેમના પર આરોપ છે.

ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનો દબદબો

થોડા દિવસો અગાઉ વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે જો વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)  અગાઉ ડેરીની પેટાચૂંટણી નહીં યોજાય તો તેઓ આમ આદમી પાર્ટીનો હાથ પકડી શકે છે. આથી તેમને લઈને પણ રાજકીય બેડામાં ચર્ચાએ વેગ પકડ્યો હતો.મહત્વનું છે કે, વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજના છે. જે મહેસાણા, માણસા, વાવ, રાધનપુર, પાલનપુર, ડીસા અને કાંકરેજ સહિત ઉત્તર ગુજરાતની ડઝનેક બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.

Published On - 12:16 pm, Fri, 16 September 22

Next Article