Mehsana: વિધાનસભા ચૂંટણીને પગલે સેકટર ઓફિસરોને ચૂંટણીલક્ષી કામગીરીની અપાઈ તાલીમ

|

Sep 24, 2022 | 8:03 PM

Mehsana: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે મહેસાણામાં સેક્ટર ઓફિસર્સને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને જોતા જિલ્લાની 7 વિધાનસભા મતવિસ્તારના સેક્ટર ઓફિસર્સને કમળાબા હોલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

Mehsana: વિધાનસભા ચૂંટણીને પગલે સેકટર ઓફિસરોને ચૂંટણીલક્ષી કામગીરીની અપાઈ તાલીમ
ચૂંટણીલક્ષી તાલીમ

Follow us on

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી(Assembly Election)ને પગલે મહેસાણા(Mehsana) જિલ્લાની 07 વિધાનસભા મત વિભાગના સેકટર ઓફિસરોને કમળાબા હોલ ખાતે તાલીમ આપવામાં આવી હતી. આ અધિકારીઓને સમગ્ર ચૂટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે વિગતવાર તાલીમ (Training) અપાઇ હતી. સેકટર ઓફિસરો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સેકટર ઓફિસરોએ ચૂંટણીપંચની સૂચના અનુસાર કામગીરી કરવા સહિતની બાબતો પર ધ્યાન દોરી માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. સેકટર અધિકારીઓ મતદાન મથકોની સમયસર મુલાકાત લઇ પ્રિસાઈડીંગ ઓફિસર,પોલીંગ ઓફિસર, બી.એલ.ઓ. ને પણ ચૂંટણી પ્રક્રિયાથી તાલીમબદ્ધ કરવા સહિતની વિવિધ ચૂંટણીલક્ષી બાબતો જણાવવામાં આવી હતી.

આ ઉપરાંત મતદાનની સાધન-સામગ્રીથી લઇને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ખૂબ જ તકેદારી સાથે સેકટર ઓફિસરોએ પોતાની ફરજ બજાવવાની રહેશે જે અંગે વિગતે પ્રેઝન્ટશન રજૂ કરાયું હતું. મહેસાણા શહેરમાં આવેલા કમળબા હોલ ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એમ.તુવર, જિલ્લા પૂરવઠા અધિકારી એસ.ડી.ગીલવા, સહિત બેચરાજી વિધાનસભાના રીટર્નીંગ અધિકારી નિધિ શિવાચે સેકટર અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરીથી માહિતગાર કર્યા હતા.

બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટરે નોડલ અધિકારઓ સાથે કરી હતી સંકલન બેઠક

આ અગાઉ ગુરુવારે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એક્શન મોડમાં આવી જવા સૂચના આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી- કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ્સ, સંબંધિત નોડલ અધિકારીઓની કામગીરી સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા પણ સૂચના આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે અધિકારીઓને મોટી સંખ્યામાં મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. તેમણે વિવિધ નોડલ અધિકારીઓને ભારત સરકારના ચૂંટણી પંચની ગાઈડલાઈનને અનુસરે છે, જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા રહી ન જાય તે માટે ખાસ અભ્યાસ કરવા સૂચના આપી હતી. તેમજ લોકશાહીના મહાપર્વ સમાન મતદાન પ્રક્રિયામાં તમામ નોડલ ઓફિસરોએ પોતાના અનુભવના નિચોડ સાથે ખૂબ જ ઉત્સાહથી કામગીરી કરવાની છે.

પોસ્ટલ બેલેટ, વાહનોની જરૂરિયાત, આચાર સંહિતા, મેન પાવર ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ નિયંત્રણ, મીડિયા મેનેજમેન્ટ, સ્વીપ SMS મોનિટરીંગ, કાયદો વ્યવસ્થા, સ્ટાફ વેલફેર, માઈગ્રેશન વોટર્સ, દિવ્યાંગ મતદારો, ચૂંટણી નિરીક્ષક સહિતના વિવિધ નોડલ ઓફિસરોએ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે એમ તુવર સહિત વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article