Gujarat Election 2022 : ‘આમ આદમી પાર્ટી’ ની અમદાવાદ ઓફિસ પર પોલીસના દરોડા ! AAP નો મોટા દાવો

આમ આદમી પાર્ટી કાર્યાલય પર પોલીસે રેડ પાડી હોવાનો AAP એ દાવો કર્યો છે. જો કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓએ (Ahmedabad police officers) આવાતને નકારી કાઢી છે.

Gujarat Election 2022 :  આમ આદમી પાર્ટી ની અમદાવાદ ઓફિસ પર પોલીસના દરોડા ! AAP નો મોટા દાવો
Raid at AAP Ahmedabad office
| Updated on: Sep 12, 2022 | 9:21 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022)  લઈને હવે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.આમ આદમી પાર્ટીના (AAP)  નેતા ઈસુદાન ગઢવીએ (Isudan gadhvi) રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે.ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ (Ahmedabad) ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે.બે કલાક તપાસ કરીને પોલીસ (police raid) ચાલી ગઈ છે.તેમને કંઈ મળ્યું નથી. પોલીસે કહ્યું છે કે, ફરીથી આવીશું.તો અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ સર્ચ કર્યું હોવાની વાતને નકારી છે.

બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) પણ ઈસુદાન ગઢવીના ટ્વિટને રિટ્વિટ કરીને ભાજપ સરકારને આડે હાથ લીધી છે.તેમણે લખ્યું કે,”ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનને કારણે ભાજપ બોખલાઈ ગઈ છે. ”

કેજરીવાલની ફરી એક વાર ગુજરાત મુલાકાત

તો સાથે કેજરીવાલે ડ્રગ્સ મુદ્દે પણ સરકાર (Gujarat Govt) પર પ્રહાર કર્યા.તેમણે દાવો કર્યો કે,,ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ સમગ્ર દેશમાં જાય છે.કેજરીવાલે આક્ષેપ કર્યા કે પ્રશાસનની મિલીભગત વગર ડ્રગ્સ પહોંચી જ ન શકે. આટલેથી જ નહીં અટકતા કેજરીવાલે સવાલો પણ ઉભા કર્યા કે જો પકડાયેલું ડ્રગ્સ 22 હજાર કરોડની કિંમતનું છે, તો નહીં પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે ?

પાર્ટી કાર્યાલય પર પોલીસે રેડ પાડી હોવાનો દાવો

આમ આદમી પાર્ટી કાર્યાલય પર પોલીસે રેડ પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓએ (Ahmedabad police officers) સર્ચ કર્યું હોવાની વાતને નકારી કાઢી છે.આપ પાર્ટીએ કહ્યુ હતુ કે, મુખ્ય કાર્યાલય નહીં પણ બેકઓફિસ કે જ્યાં ડેટા એનાલિસિસનું કામ થાય છે ત્યાં સાદા કપડામાં પોલીસ આવી હતી. તો આ બેક ઓફિસ પર CCTV પણ ન હોવાનુ તેઓ કઈ રહ્યા છે.સૂત્રોનું માનીએ તો આપની બેક ઓફિસમાં દિલ્હી (Delhi) અને પંજાબના લોકો જ ડેટા એનાલિસિસનું કામ કરે છે.

 

Published On - 6:50 am, Mon, 12 September 22