Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અંદાજે સરેરાશ 63.14 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 60  ટકા મતદાન નોંધાયું છે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અંદાજે સરેરાશ 63.14  ટકા મતદાન
Gujarat Voting
| Updated on: Dec 02, 2022 | 5:09 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 63.14  ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન નર્મદામાં 68. 24 ટકા મતદાન  નોંધાયું હતું.  જ્યારે  જામનગર જિલ્લામાં  58.42 ટકા મતદાન નોંધાયું હતું.

જિલ્લાવાર મતદાનની ટકાવારી

  • કચ્છ 59.80  ટકા
  • સુરેન્દ્રનગર 62.46 ટકા
  • મોરબી 69.95  ટકા
  • રાજકોટ 60.45 ટકા
  • જામનગર 58.42 ટકા
  • દ્વારકા 61.71ટકા
  • પોરબંદર 59.51 ટકા
  • જૂનાગઢ 59.52  ટકા
  • સોમનાથ 65.93 ટકા
  • અમરેલી 57.59 ટકા
  • ભાવનગર 53.28 ટકા
  • બોટાદ 57.58 ટકા
  • સુરત 62.27 ટકા
  • તાપી 76.91 ટકા
  • ડાંગ 67.33  ટકા
  • નવસારી 71.06 ટકા
  • વલસાડ 69.40 ટકા
  • ભરૂચ 66.31 ટકા
  • નર્મદા 78.24 ટકા

મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા

પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો છે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તહેનાત છે. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે છે.

સવારથી જ લોકો મતદાન કરવા ઉમટ્યા

લોકશાહીના ઉત્સવને વધાવવા માટે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં વહેલી સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી. ઠંડી હોવા છતાં મતદારો સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યમાં પ્રથમ તબક્કામાં મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. કુલ 25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ એટલે કે 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. તો 25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ એટલે કે 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

Published On - 5:16 pm, Thu, 1 December 22