Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, સાબરકાંઠામાં 100 જેટલા કોંગ્રેસી અને એક આપના આગેવાને કેસરીયા કર્યા

|

Sep 08, 2022 | 7:38 PM

આ પહેલા કોંગ્રેસના આદિવાસી આગેવાન અશ્વિન કોટવાલ અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન મહેન્દ્રસિંહ બારીયાએ કોંગ્રેસના રામ રામ કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની સાથે ભાજપ (BJP) ના કેસરીયા કર્યા હતા.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, સાબરકાંઠામાં 100 જેટલા કોંગ્રેસી અને એક આપના આગેવાને કેસરીયા કર્યા
કોંગ્રેસ અને એક AAP ના આગેવાન પણ BJP માં જોડાયા

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની હાલત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) ઓ પહેલા વધુ ખરાબ થઈ રહી છે. પહેલા દિગ્ગજ આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી દીધા બાદ વિધાનસભા બેઠક પરના આગેવાનો પણ હવે કોંગ્રેસ છોડીને કેસરીયો ધારણ કરી રહ્યા છે. એક જ સપ્તાહમાં બીજી વાર કોંગ્રેસી આગેવાનોના મોટા જૂથ હવે ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના વિજયનગર વિસ્તારના 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. અશ્વિન કોટવાલ (Ashwin Kotwa) ની ઉપસ્થિતીમાં કાર્યકરોએ કેસરીયો કર્યો હતો.

ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારીયા હવે ભાજપનો ખેસ પહેરીને પક્ષ માટે પાયાનુ કાર્ય કરી રહ્યા છે. બંને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પણ કેસરીયા કરાવ્યા હતા. પરંતુ હવે વિજયનગર વિસ્તારમાં 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો એક સામગટે કોંગ્રેસને છોડી ચૂક્યા છે. જેમાં પુરુષ અને મહિલા બંને પ્રકારના આગેવાનો અને કાર્યકરોનો સમાવેશ થાય છે.

કોણ કોણ મહત્વના આગેવાન જોડાયા?

વિજયનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂકેલા કાન્તાબેન બળેવિયા એ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. તેમજ વિજયનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે લાંબા સમયથી રહેલા સુરેશ ગઢવીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. માલધારી સેલના અધ્યક્ષ ભગવાનદાસ રબારી એ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે. NSUI ના વિજયનગર તાલુકા પ્રમુખ કલ્પેશ ભગોરાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તાલુકા ઉપપ્રમુખ સ્તરના એક આગેવાન અનિલ કમજી અસારી ભાજપમાાં જોડયો હોવાની જાણકારી સામે આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા

ખેડબ્રહ્મા વિધાનસબા બેઠક પરથી વર્ષ 2007, વર્ષ 2012 અને 2017 માં ભારે બહુમતી સાથે વિજયી રહેલા અશ્વિન કોટવાલ ગુજરાતના આદીવાસીઓના મહત્વના આગેવાન છે. ઉત્તર ગુજરાતમાં તેમના ભાજપગમનથી કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. વિસ્તારમાં અશ્વિન કોટલાવની મજબૂત પકડ છે અને તેઓએ વિસ્તારના લોકો સાથે સીધા સંપર્ક પણ ખૂબ કેળવ્યા છે. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મહેન્દ્રસિંહ બારૈયાના રુપમાં લાગ્યો હતો ઝટકો. મહેન્દ્રસિંહ ક્ષત્રિય ઠાકોર સમાજનોા મહત્વના આગેવાને પણ કોંગ્રેસને રામરામ કરી થોડાક સમય પહેલા જ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે. તેઓ

 

 

Published On - 6:22 pm, Thu, 8 September 22

Next Article