ગોવામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરવા ગયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) શનિવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ એક છોકરીની મદદ કરી હતી. સ્મૃતિ ઈરાનીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે એક યુવતી અકસ્માતનો ભોગ બની હતી. જે બાદ સ્મૃતિ ઈરાનીએ ન માત્ર બાળકીની મદદ કરી પરંતુ એક પોલીસ અધિકારી સાથે મળીને તેને પોતાની કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
ઘટનાની જાણકારી આપતા BJP મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વીટ કર્યું હતું કે, “ગોવામાં એક ચૂંટણી કાર્યક્રમથી બીજા ચૂંટણી કાર્યક્રમ જઈ રહ્યા હતા ત્યારે સ્મૃતિ ઈરાનીના કાફલા વચ્ચે માર્ગ અકસ્માત થયો હતો. જે બાદ તેણે પોતાનો કાફલો રોક્યો અને ઘાયલ યુવતીની મદદ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક પોલીસ અધિકારી સાથે યુવતીને પોતાની કારમાં હોસ્પિટલ મોકલી અને પાયલોટ કારને રોકીને રોડ અકસ્માતનો કેસ નોંધવા પણ કહ્યું હતું.
Going from one election program to another in Goa, @SmritiIrani’s convoy passed a road accident.
She stopped convoy & turned around. Helped the injured lady and sent to the hospital in one convoy car with the cop. Told Pilot car to stay & get case of road accident registered. pic.twitter.com/1LkiwIe2LV
— Suresh Nakhua ( सुरेश नाखुआ )🇮🇳 (@SureshNakhua) February 5, 2022
નોંધનીય છે કે ગોવાની તમામ 40 વિધાનસભા બેઠકો પર 14 ફેબ્રુઆરના રોજ મતદાન થશે. જ્યારે 10 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થશે. હાલમાં ગોવામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાના સ્ટાર પ્રચારકો સાથે મેદાનમાં ઉતર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે બપોરે 1 વાગ્યે ગોવાના ડાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. જે પછી તેઓ રાજ્યની રાજધાની પણજી જવા રવાના થશે. જ્યાં બપોરના ભોજન બાદ તેઓ સાખલી મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધશે.
આ જાહેરસભા સાખલી બજારના બોડકે મેદાનમાં યોજાશે. જ્યાંથી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ કાર્યક્રમ બાદ શાહ બિચોલીમ મતવિસ્તારમાં જનતા હોલની ખુલ્લી જગ્યામાં ભાજપની જાહેર સભા માટે રવાના થશે. અહીં પાર્ટીએ રાજેશ પટણેકરને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન સાંજે 6.30 વાગ્યે માપુસા મતવિસ્તાર માટે રવાના થશે અને લગભગ 6.55 વાગ્યે ઘરે-ઘરે પ્રચાર કરશે. આ પછી, શાહ માપુસાના ટેક્સી સ્ટેન્ડ પર જાહેર સભા કરશે. માપુસાથી ભાજપના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય જોશુઆ પીટર ડી સોઝા છે.
આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનનું નાક કાપ્યું છતાં પણ ના સુધર્યું, કાશ્મીરને લઈને કહ્યું કે, કાશ્મીરીઓ સાથે અમારા દિલ ધડકે છે
આ પણ વાંચો : PM મોદીએ ICRISATની 50મી વર્ષગાંઠ પર કર્યો પ્રારંભ, કહ્યું ખેડૂતોને હવામાન પરિવર્તનથી બચાવવા કરી રહ્યા છે કામ