Gujarati NewsEducationICSE board class 10 result will be declared today apart from website cisce.org you can also check the result in this way
ICSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે થશે જાહેર, વેબસાઈટ cisce.org સિવાય તમે આ રીતે પણ ચકાસી શકો પરિણામ
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE બોર્ડ 10મા ધોરણનું પરિણામ 17 જુલાઈએ એટલે કે, રવીવારે સાંજે 5 વાગ્યે જાહેર કરશે. ધોરણ 10ના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થવાનું છે.
ICSE board class 10 result
Follow us on
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE બોર્ડ 10મા ધોરણનું પરિણામ 17 જુલાઈએ એટલે કે, રવીવારે સાંજે 5 વાગ્યે જાહેર કરશે. ધોરણ 10ના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થવાનું છે. CISCE દ્વારા આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ cisce.org પર ચકાસી શકે છે. ICSE 10મા ધોરણની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમનું પરિણામ તપાસવા માટે તેમના લોગિન ઓળખપત્રો તૈયાર રાખે જેથી પરિણામ સરળતાથી ચકાસી શકાય.
તે જ સમયે, ICSE બોર્ડના શાળાના પરિણામો આચાર્યના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા ચકાસી શકાય છે. પરિણામ જાહેર થયા પછી, તેની લિંક સત્તાવાર વેબસાઇટ પર સક્રિય થઈ જશે. હાલમાં વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પ્રોવિઝનલ પરિણામ ડાઉનલોડ કરી શકશે. જોકે અસલ માર્કશીટ શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ધોરણ 10ની ટર્મ 2ની પરીક્ષા 25 એપ્રિલથી 23 મે દરમિયાન લેવામાં આવી હતી. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ પાસે 10મા ધોરણનું પરિણામ જોવા માટે SMS અને DigiLocker એપનો વિકલ્પ પણ હશે.