Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત ટુંક સમયમાં આવી જશે અને થોડી જ વારમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. ગણતરીની મિનિટોમાં શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરાશે.આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ -2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગના તા.19-06-2021 ના ઠરાવથી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી.
સદર ઠરાવ અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલા હતા જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે
ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે. જો કે બુધવારે જ ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. જેની બાદ પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો થયો હતો. જેની બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હાલ કેટલાક વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.ત્યારે જાણો વિદ્યાર્થીઓનું ગ્રેડ વાઈઝ પરિણામ
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે પરિણામની મુલ્યાંકન પધ્ધતિની વાત કરવામાં આવે તો, ધોરણ 10ના પરિણામના 50 ટકા, ધોરણ 11 ના 25 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 25 ટકા ગુણના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે માસ પ્રમોશનને કારણે આ વખતે 100 ટકા પરિણામ આવ્યું છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.જેમાં 28690 વિદ્યાર્થીઓએ D2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.હેલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું પરિણામ જોઈ શકશે.શાળાઓ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડના આધારે આનલાઈન પરિણામ જોઈ શકશે.
691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ
82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ
1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ
1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: વિદ્યાર્થીઓનું ગ્રેડ વાઈઝ પરિણામની વાત કરવામાં આવે તો 1,29781 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 108299 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: સામાન્ય પ્રવાહનું ધોરણ 12નું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે.જેમાં 35288 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જો પરિણામની વાત કરવામાં આવે તો 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 9455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.ઉપરાંત 1,29781 જેટલા વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ગુજરાત બોર્ડના સામન્ય પ્રવાહમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.હાલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોઈ શકશે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરાશે.આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.
Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત ટુંક સમયમાં આવી જશે અને થોડી જ વારમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. ગણતરીની મિનિટોમાં શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરાશે.
Published On - 11:11 am, Sat, 31 July 21