દેશની ટોપ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે JEE અને NEET એક્સામ લેવામાં આવે છે. JEE મેઇન 2024 માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ છે. NEET 2024 માટેની જાહેરાત પણ થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે. જો તમે ફ્રીમાં NEET અને JEE ની તૈયારી કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યમાં JEE મેઈન અને NEET UG ની તૈયારી કરવા માટે ફ્રીમાં કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ કોચિંગ ક્લાસની મદદથી વિદ્યાર્થીઓ ટોપ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજોમાં એડમિશનની સાથે ટોપ રેન્ક પણ મેળવી શકે છે.
બિહાર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા એન્જિનિયરિંગ કોલેજના એડમિશન માટે JEE અને મેડિકલ એડમિશન માટે NEET ની તૈયારી માટે ફ્રી કોચિંગ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહે છે. વિદ્યાર્થીઓ coaching.biharboardonline.com પર જઈને આ યોજના વિશે વધારે માહિતી મેળવી શકે છે.
JEE મેઈન અને NEET UG પરીક્ષાઓની તૈયારી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અભ્યુદય યોજના હેઠળ કરવામાં આવે છે. આ યોજના હેઠળ અનેક વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગની સુવિધા મળે છે. આ ફ્રી કોચિંગમાં વિદ્યાર્થીઓની પસંદગી પ્રવેશ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. તેના માટે રજીસ્ટ્રેશન માર્ચ મહિનામાં થાય છે.
દિલ્હી સરકાર જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ સ્કીમ ચલાવી રહી છે. તેન દ્વારા JEE અને NEET ની એક્સામની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે. વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ ssctwelfare.delhi.gov.in ની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચો : IIT ગાંધીનગર ખાતે યોજાઈ પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESC મીટિંગ, સ્કિલ ડેવલોપમેન્ટ પર કરવામાં આવશે ફોકસ
આસામ સરકાર JEE અને NEET UG ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મફત કોચિંગ આપી રહી છે. તેના માટે રજીસ્ટ્રેશન આ વર્ષે જૂન મહિનામાં શરૂ થયું હતું. કોચિંગ માટેની પસંદગી પરીક્ષા ઓગસ્ટમાં યોજાય હતી. આ અંગે વધારે જાણકારી માટે વેબસાઇટ wptbc.assa.gov.in ની મુલાકાત લેવી જોઈએ.