Gujarat 12th Science Result 2022 Highlights: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ (Gujarat 12th Science Result 2022) જોઈ શકે છે. પરિણામ જાહેર થયા પછી, તમે તમારો રોલ નંબર દાખલ કરીને સરળતાથી તમારું પરિણામ ચકાસી શકશો. આ ઉપરાંત, તમને પરિણામ (GSHSEB Result) સંબંધિત દરેક માહિતી TV9 ગુજરાતી લાઈવ અપડેટ પર મળશે. ગુજરાત બોર્ડ પરિણામ 2022 સંબંધિત દરેક અપડેટ માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો.
Gujarat 12th Science Result 2022 Live Updates: અમરેલી જિલ્લાના લાઠીની કલાપી વિનય મંદિર સ્કૂલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં પ્રથમ નંબર પર રહી છે. 96.12 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. ગ્રાન્ટેડ શાળા નંબર વન પર આવતા ખુશીનો માહોલ છવાયો છે. નાનકડા શહેરની શાળા પ્રથમ નંબર પર આવતા સમગ્ર શિક્ષકો અને સંચાલકોમાં ખુશીનો માહોલ છે.
Gujarat 12th Science Result 2022 Live Updates: ખાસ કરીને આ વર્ષે વિદ્યાર્થીઓને ફિઝિકસના પેપરમાં માર પડ્યો હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે. ફિઝિકસના પેપરમાં ઓછા માર્ક્સ મળતાં પરિણામ નીચું ગયું છે. પરિણામની ટકાવારી ઊંચી આવી છે પરંતુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. સમગ્ર રાજ્ય માંથી માત્ર 196 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે.
Gujarat 12th Science Result 2022 Live Updates: અમદાવાદ શહેરમાં માત્ર 5 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે. જયારે અમદાવાદ ગ્રામ્યમાં 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. રાજ્યના 35 માંથી 10 જિલ્લાઓમાં એકપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી.
Gujarat 12th Science Result 2022 Live Updates: જૂનાગઢ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 80.26% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં કુલ 2563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2057 વિધાર્થીઓ પાસ થયા જ્યારે 511 વિધાર્થીઓ નાપાસ થયા છે.
Gujarat 12th Science Result 2022 Live Updates: રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે.જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ ૯૯.૮૩ પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે. પોતાની સંધર્ષની વાત રજૂ કરતા કહ્યુ હતું કે હું રાજકોટ રૂમ રાખીને રહુ છું.અહીં કોરોના સમયે શાળાના સપોર્ટથી કોઇ મુશ્કેલી પડી ન હતી પરંતુ કોરોનાના લોકડાઉનના બે મહિના અભ્યાસ માટે ભારે મુશ્કેલી પડી હતી.અભ્યાસને વિક્ષેપ પાડી શકાય તેમ ન હતો પરંતુ આવા માહોલ વચ્ચે પણ મનથી અભ્યાસ કર્યો અને ધાર્યુ પરિણામ મેળવ્યું.
Gujarat 12th Science Result 2022 Live Updates: એકંદરે પરિણામ સારું આવ્યું છે, પરંતુ પરિણામની ગુણવત્તા નબળી પડી છે, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, તો માસ પ્રમોશનના કારણે પરિણામ પર અસર પડી છે. માસ પ્રમોશનના કારણે 5થી 6 ટકા પરિણામ ઓછું આવ્યું હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું.
Gujarat 12th Science Result 2022 Live Updates: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સુરતનો વાગ્યો ડંકો વાગ્યો છે. પરિમામમાં A1 અને A2 ગ્રેડ સાથે ઉત્તીર્મ થયેલા સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છે. સુરતનું કુલ પરિણામ 81.57 ટકા રહ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરતના છે. રાજ્યમાં 196 A1 વિદ્યાર્થીઓમાંથી સુરતના 42 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડમાં પણ સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું છે. A2 ગ્રેડમાં રાજ્યના કુલ 3303 વિદ્યાર્થીઓમાંથી 636 સુરતના છે. A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવા સાથે રાજ્યમાં સુરત પ્રથમ ક્રમે રહ્યું છે.
Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે રહ્યો છે. રાજકોટ જિલ્લો 85.78 ટકા પરિણામ સાથે શિરમોર રહ્યો છે. ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના સારા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં વિદ્યાર્થિનીઓએ ગરબા રમીને કરી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓની ખુશીમાં શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. શિક્ષકોએ સારૂ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું મોં મીઠુ કરાવીને સફળતાને બિરદાવી હતી.
Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12મા સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.
#Gujarat : GSEB HSC Science Result 2022 out, 72.02% pass #Rajkot #TV9News pic.twitter.com/EMhlwYkboI
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2022
Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ જાહેર થયું છે.
#Gujarat Education Minister @jitu_vaghani declares GSEB Class 12 Science & #GUJCET results #Gujarat #TV9News pic.twitter.com/LYXF6Wmx6p
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2022
Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ જાહેર થયું છે.
Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ (Gujarat 12th Science Result 2022) જોઈ શકે છે. સાઈટ પર તમારો રોલ નંબર દાખલ કરીને સરળતાથી તમારું પરિણામ ચકાસી શકશો.
Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે માર્ચ/એપ્રિલ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2022નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.12-05-2022 ના રોજ સવારના 10.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
Gujarat 12th Science Result 2022 Live Updates: આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) May 11, 2022
Published On - 9:40 am, Thu, 12 May 22