Gujarati News Education 2 Ahmedabad: Education not begging, Signal School project gains momentum, Chief Justice of Gujarat High Court visits Signal School
અમદાવાદ: ભિક્ષા નહીં શિક્ષા, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, સિગ્નલ સ્કૂલની મુલાકાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
અમદાવાદ શહેરમાં 6 માર્ચથી અનોખું શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. અમદાવાદમાં ભિક્ષા નહીં શિક્ષા યોજના હેઠળ રસ્તા પર ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણનો લાભ આપવા માં આવી રહ્યો છે, એવા બાળકો જેમને શાળાએ જવું હોય જે આગળ વધવા ઈચ્છે છે.
1 / 8
ભિક્ષા નહીં શિક્ષા એટલેકે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ ને મળ્યો વેગ, અમદાવાદ શહેરના જુદા જુદા સિગ્નલ પર ભીખ માગતા બાળકોને "ભિક્ષા નહીં શિક્ષા" અંતર્ગત સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવેલ હતો.
2 / 8
અમદાવાદ શહેરમાં 6 માર્ચથી અનોખું શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. અમદાવાદમાં ભિક્ષા નહીં શિક્ષા યોજના હેઠળ રસ્તા પર ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણનો લાભ આપવામાં આવી રહ્યો છે, એવા બાળકો જેમને શાળાએ જવું હોય જે આગળ વધવા ઈચ્છે છે.. એવા બાળકોને એક સ્પેશિયલ બસમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
3 / 8
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઉભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના પ્રયાસમાં દસ બસો અને પ્રત્યેક બસમાં 2 શિક્ષકો દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા લોકેશન પર બાળકોને શિક્ષણ આપવામાં આવી રહેલ છે.
4 / 8
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યો છે
5 / 8
સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટમાં બાળકોને આપવામાં આવી રહેલ શિક્ષણની વ્યવસ્થા જોવા તેમજ બાળકોએ એકાદ માસમાં કેટલું શિક્ષણ અર્ચિત કરેલ છે તથા તેઓના અભ્યાસ દરમિયાન તેઓ કેટલું શીખી શક્યા છે તે અંગેની જાણકારી મેળવવા ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર કે જેઓ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ છે. તેમજ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ આર.એમ. છાયા કે જેઓ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ છે તેઓએ આજરોજ સિગ્નલ સ્કૂલની સ્થળ મુલાકાત લીધી હતી.
6 / 8
તેઓએ સ્થળ પર લીધેલ મુલાકાત દરમિયાન બાળકોએ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે તે બિરદાવ્યું હતું તથા સદર બાળકોને આગામી વેકેશન દરમિયાન પણ સવારના વહેલા શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.
7 / 8
આ બાળકોની કસોટી લઈ જે બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શક્યા છે તેઓને આગામી જૂન માસથી નિયમિત શાળામાં દાખલ કરાવી યોગ્ય શિક્ષણ પૂરું પાડવા અનુરોધ કર્યો હતો.
8 / 8
તેઓની મુલાકાત દરમિયાન બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પૌષ્ટીક સૂકા નાસ્તાનું વિતરણ પણ કર્યું હતું તથા બાળકો જીવનમાં સારું શિક્ષણ મેળવી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ.
Published On - 7:28 pm, Thu, 21 April 22