હવે સુરતમાં દિવાળી પહેલાં તૈયાર કરવામાં આવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ

|

Jan 19, 2021 | 12:09 PM

સુરત સહિત આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે દિવાળીની પરંપરાગત મીઠાઇઓમાં પણ ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓની એન્ટ્રી થઈ છે. હાલ દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. તેવામાં દિવાળી માટે ની મીઠાઈમાં પણ ફેરફાર આવ્યા છે.    કોરોનાકાળમાં આવી રહેલા દિવાળીના પરંપરાગત તહેવારની ઉજવણીમાં […]

હવે સુરતમાં દિવાળી પહેલાં તૈયાર કરવામાં આવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ

Follow us on

સુરત સહિત આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે દિવાળીની પરંપરાગત મીઠાઇઓમાં પણ ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓની એન્ટ્રી થઈ છે. હાલ દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. તેવામાં દિવાળી માટે ની મીઠાઈમાં પણ ફેરફાર આવ્યા છે.

  

કોરોનાકાળમાં આવી રહેલા દિવાળીના પરંપરાગત તહેવારની ઉજવણીમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. દિવાળીમાં મહેમાનોને મીઠાઈ આપવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આ વખતે ઘરે આવતા મહેમાનોને ઇમ્યુનિટી બુસ્ટર વાળી મીઠાઈ ખવડાવવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તહેવારોની ઉજવણી સાથે સાવચેતી પણ જરૂર છે એટલા માટે જ ઇમ્યુનિટી બુસ્ટરની મીઠાઈ સુરતમાં લાવવામાં આવી છે. આ મીઠાઈ તૈયાર કરનારા મીરાબેન સાપરિયા જણાવે છે કે, હાલ કોરોનાનો કપરો સમય હોવાથી ઇમ્યુનિટી વધારે એવી મીઠાઇઓ તૈયાર કરી છે.

 

મીરાબેન પોતે જ ઘરે આ મીઠાઈઓ ઓર્ડર પર તૈયાર કરી આપે છે. આમ તો આયુર્વેદમાં રસ ધરાવતા હોવાથી તેઓ શિયાળામાં આવી વસ્તુઓ ઘરે બનાવતા જ હતા. જે હાલ લોકોને પસંદ પડી રહી છે.

આ મીઠાઈ વૈદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે. જેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ફાયદાકારક સાબિત થશે. મીઠાઈઓમાં આયુર્વેદિક તત્વો જેવાકે ગળો, ગ્રંથિક, સૂંઠ, મરી, લોહભસ્મ, શંખભસ્મ જેવા તત્વો ઉમેરવામાં આવે છે.

 

જે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, લોહતત્વ અને કેલ્શિયમ તથા વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર હોય છે. સાથે સાથે તેમાં પાચક ઔષધિઓ પણ હોય છે, જેથી આ મીઠાઈ પચવામાં ખૂબ જ સરળ રહે છે.

આ મીઠાઈઓમાં ગીર ગાયનું શુદ્ધ A2 ઘી, પામ ટ્રી ના રસ માંથી બનતી નેચરલ પામ મિશ્રી તથા મોરિંગા અને સરગવાનાં પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રાયફ્રૂટ્સ માં કાજુ બદામની સાથે મગજતરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.નેચરલ શુગરના લીધે આ મીઠાઈઓ ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 8:04 pm, Sat, 31 October 20

Next Article