ધનતેરસના દિવસે આ એક વસ્તુ ખરીદો, મા લક્ષ્મીની થશે અપાર કૃપા

|

Oct 21, 2019 | 11:40 AM

આસો માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસના પર્વને મનાવવામાં આવ છે. 25 ઓકટોબર 2019 શુક્રવારના દિવસે ધનતેરસ છે. માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃધ્ધિ આવે છે, સાથે માતા લક્ષ્મીનો આશિર્વાદ પણ મળે છે. જાણીએ ધનતેરસના દિવસે કઇ વસ્તુ ખરીદવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે. […]

ધનતેરસના દિવસે આ એક વસ્તુ ખરીદો, મા લક્ષ્મીની થશે અપાર કૃપા

Follow us on

આસો માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસના પર્વને મનાવવામાં આવ છે. 25 ઓકટોબર 2019 શુક્રવારના દિવસે ધનતેરસ છે. માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃધ્ધિ આવે છે, સાથે માતા લક્ષ્મીનો આશિર્વાદ પણ મળે છે. જાણીએ ધનતેરસના દિવસે કઇ વસ્તુ ખરીદવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે.

ઘરમાં માતા લક્ષ્મીની થાય છે કૃપા
ધનતેરસના દિવસે તમે માતા લક્ષ્મીનું સ્ફટિકનું શ્રીયંત્ર ખરીદી શકો છો. આ દિવસે શ્રીયંત્ર ખરીદવાથી માતા લક્ષ્મીનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે, અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. શ્રીયંત્રની પૂજા દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં કરો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સાવરણી (ઝાડૂ) ખરીદો
ધનતેરસના દિવસે ઝાડૂ એટલે કે સાવરણીની ખરીદી કરવી શુભ મનાય છે. કહેવાય છેકે આ દિવસે સાવરણીની ખરીદી કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

માતા લક્ષ્મીને અર્પિત કરો આ વસ્તુ
આ શુભ દિવસે ધાણાને ખરીદવા શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાણાના દાણાને દિવાળી પૂજનમાં માતા લક્ષ્મીને અર્પિત કરો. કેટલાક ધાણાને તમારી તિજોરી કે કબાટમાં મૂકી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચાંદીના સિક્કા
ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીના સિક્કાની ખરીદી કરી શકો છો. સોના-ચાંદીના સિક્કા સિવાય ચાંદીના વાસણોની પણ ખરીદી કરી શકાય છે. જે શુભ મનાય છે. સોના-ચાંદીના સિક્કા કે વાસણનું ધનતેરસના દિવસે પૂજન કરો.

ખરીદો પિત્તળના વાસણ
પિત્તળના વાસણોની ખરીદી પણ ધનતેરસના દિવસે કરી શકો છો. અમૃત કલશ પિતળનું બનેલું હોય છે. પિત્તળ ભગવાન ધનવંતરીની પ્રિય ધાતુ છે. આ દિવસે દરવાજા પર સ્વસ્તિક (સાથિયો) ચોક્કસથી દોરજો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગોમતી ચક્ર
પરિવારમાં દરેક લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે અને ઘરમાં સમૃદ્ધિ રહે તે માટે ધનતેરસે 11 ગોમતી ચક્ર ખરીદો. ગોમતી ચક્રની પૂજા કર્યા બાદ તેને પીળા રંગના કપડાંમાં બાંધી તિજોરી કે કબાટમાં રાખો, જયા પૈસા મૂકવામાં આવતા હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:45 pm, Sun, 20 October 19

Next Article