Coco Peat: તમે ઘરે કોકોપીટ બનાવી તેના દ્વારા સરળતાથી ઉગાડી શકો છો શાકભાજી

ગાર્ડનિંગ કરતા લોકો છોડ ઉગાડવા માટે કોકોપીટનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ ઘણા લોકો આ 'કોકોપીટ' વિશે અજાણ છે.

Coco Peat: તમે ઘરે કોકોપીટ બનાવી તેના દ્વારા સરળતાથી ઉગાડી શકો છો શાકભાજી
Coco Peat
| Updated on: May 29, 2021 | 12:16 PM

ગાર્ડનિંગ (Gardening) કરતા લોકો છોડ ઉગાડવા માટે કોકોપીટનો (Coco Peat) ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ ઘણા લોકો આ ‘કોકોપીટ’ વિશે અજાણ છે. આજે અમે તમને કોકોપીટ શું છે તે વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને તમે તેને ઘરે કેવી રીતે બનાવી શકો છો તે પણ જણાવીશું.

કોકોપીટ શું છે.

કોકોપીટ એક કુદરતી ફાઇબર પાવડર છે, જે નાળિયેરના છોતરામાંથી બને છે. લોકો આ પાવડરની ઇંટ બનાવી તેનું વેચાણ કરે છે. કોકોપીટ માટી અને છોડ માટે ખૂબ અસરકારક છે. તે છોડ અને ઝાડ માટે 100% કુદરતી માધ્યમ છે.

વિશેષતા શું છે.

કોકોપીટને માટીમાં ઉમેરવાથી તે ખૂબ હલ્કી બને છે, જેમાં છોડનું મૂળ સરળતાથી વિકસિત થાય છે. એકવાર કોકોપીટ બનાવ્યા બાદ તેનો ઉપયોગ એક વર્ષ કરતા પણ વધુ સમય માટે કરી શકાય છે. કોકોપીટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, જસત અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.

કોકોપીટના ગુણધર્મો એવા છે કે, બેક્ટેરિયા અને ફૂગ વગેરે તેમાં થતા નથી અને તે જમીનમાં પણ તેમને વિકસિત થવા દેતું નથી. કોકોપેટમાં પાણી શોષવાની ક્ષમતા વધારે છે અને તેના કારણે ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

કોકોપીટ કેવી રીતે બનાવવું

1. સૌ પ્રથમ નાળિયેરના બધા છોતરાને એકઠા કરી અને તેને સ્વચ્છ જગ્યા પર ત્રણથી ચાર દિવસ તડકામાં રાખો.

2. હવે આ સુકાયેલા છોતરાના કાતરથી નાના ટુકડા કરી લો.

3. ધ્યાન રાખશો કે કોઈ પણ ભાગ ખૂબ કડક રહે નહી.

4. હવે તેને ગ્રાઇન્ડર મિક્સરમાં નાંખી તેનો પાવડર બનાવો.

5. આ પાવડરને ચાળી અને તેમાંથી ફાઈબરને અલગ કરી દો.

6. હવે આ પાઉડરમાં પાણી નાખો અને 2 થી 3 કલાક રહેવા દો.

7. જ્યારે આ પાવડર પાણી સારી રીતે શોષી લે છે, પછી તેને નીચોવી લો જેથી વધારાનું પાણી નિકળી જાય.

8. હવે કોકોપીટ તૈયાર છે.