કેન્દ્ર સરકાર ખેડૂતોના(Farmers) લાભાલાભ માટે અનેક યોજના ચલાવી રહી છે. જે પૈકી એક યોજના છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના.(PM Kisan Samman Nidhi Scheme) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મા હપ્તાના નાણાં ખેડૂતોના બેંક ખાતામાં પહોંચવાનો સમય આવી ગયો છે.
જેની તડામાર તૈયારીઓ કૃષિ મંત્રાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કે સરકાર 25મી તારીખ પહેલા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેશે. આનાથી નાના ખેડૂતો રવિ પાક માટે તેમનું અમુક કામ પૂર્ણ કરી શકશે. ઘઉં અને સરસવની વાવણી બાદ દેશના મોટાભાગના ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
કૃષિ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે માર્ચ 2022 સુધીમાં સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 22,000 કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર પાડશે. કારણ કે યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોનું વેરિફિકેશન છે. ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે સરકારે 11,06,26,222 ખેડૂતોને પ્રત્યેકને 2 હજાર રૂપિયા આપ્યા છે. દરેક વખતે વડાપ્રધાન ખેડૂતોને સંબોધન કરીને તેનો હપ્તો જાહેર કરે છે. આ વખતે પણ તેઓ ખેડૂતોને સંબોધિત કરી શકે છે.
આવો જાણીએ ક્યારે થઇ હતી યોજનાની શરૂઆત
પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સીધી સહાય આપવા માટે ડિસેમ્બર 2018માં આ યોજના શરૂ કરી હતી. અગાઉ ખેડૂતોને ક્યારેય કોઈ સરકાર તરફથી તેમના બેંક ખાતામાં સીધી રોકડ મદદ મળી ન હતી. તેનો ફાયદો પણ ભાજપને ચૂંટણીમાં મળ્યો હતો. યોગાનુયોગ 10મો હપ્તો એવા સમયે જઈ રહ્યો છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય આંદોલન શરૂ થઈ ગયું છે અને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
આ યોજનાનો લાભ લઈ શકતા નથી
જો તમે ભૂતકાળમાં કે વર્તમાનમાં બંધારણીય પદના ધારક છો તો તમને પૈસા નહીં મળે.
મંત્રી, પૂર્વ મંત્રી, મેયર, MLA, MLC, MP અથવા જિલ્લા પંચાયત પ્રમુખને પૈસા નહીં મળે.
કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ આ માટે પાત્ર રહેશે નહીં.
ખેતી વ્યવસાયિકો, ડોકટરો, એન્જીનીયર, સીએ, વકીલો, આર્કિટેક્ટને લાભ નહીં મળે.
10 હજારથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતોને લાભ નહીં મળે.
આવકવેરો ભરનારા ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.
આ રીતે અરજી કરો
જેમણે અત્યાર સુધી આ યોજના હેઠળ અરજી કરી નથી તેઓ પણ અરજી કરી શકે છે. કારણ કે આમાં એપ્લિકેશનનો વિકલ્પ ખુલ્લો છે. તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. અધિકારીઓને અરજી કરતી વખતે સંપૂર્ણપણે ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે. બેંક ખાતાની વિગતો ભરતી વખતે, IFSC કોડ યોગ્ય રીતે ભરો. તે જ એકાઉન્ટ નંબર દાખલ કરો જે વર્તમાન સ્થિતિમાં છે. મોબાઈલ નંબર આપો. ઠાસરા નંબર અને એકાઉન્ટ નંબર આપો.
આ પણ વાંચો : ‘કંગાળ’ થયુ પાકિસ્તાન, પગાર ન મળવાથી ખાલી થઈ રહ્યા છે દુતાવાસ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો : OMG! ઈચ્છામૃત્યુ માટે મશીન ! સ્વિટ્ઝર્લેન્ડમાં કાયદેસરની મંજૂરી મળી, જાણો કેવી રીતે કામ કરે છે આ મશીન