PM Kisan Yojana: 14 મેના રોજ 10 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 19 હજાર કરોડ રૂપિયા, આ રીતે ચેક કરો તમારુ નામ

|

May 13, 2021 | 1:02 PM

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડુતો નોંધાયા છે. ડિસેમ્બરમાં જાહેર કરેલો હપ્તો 10 કરોડ 70 હજાર 978 ખેડુતોને મળ્યો હતો.

PM Kisan Yojana: 14 મેના રોજ 10 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 19 હજાર કરોડ રૂપિયા, આ રીતે ચેક કરો તમારુ નામ
PM Kisan Yojana

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ સવારે 11 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 8 માં હપ્તાની રકમની ચૂકવણી કરશે. સાથે જ વડાપ્રધાન ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. આપને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. એક વર્ષમાં ત્રણ હપ્તા દ્વારા ખાતામાં કુલ 6000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ યોજના લોકસભાની ચૂંટણી 2019 પહેલા 24 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, 1 ડિસેમ્બર 2018 થી તેને અસરકારક માનવામાં આવતું હતું. પ્રથમ વખત 3 કરોડ 16 લાખ 5 હજાર 539 ખેડુતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો હતો.

10 કરોડથી વધુ ખેડૂતોની નોંધણી થઈ છે
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડુતો નોંધાયા છે. ડિસેમ્બરમાં જાહેર કરેલો હપ્તો 10 કરોડ 70 હજાર 978 ખેડુતોને મળ્યો હતો. વર્ષ 2020-21 ના ​​એપ્રિલથી જુલાઈના હપ્તામાં ખેડુતો દ્વારા મહત્તમ નાણાં પ્રાપ્ત થયા હતા. આ સમય દરમિયાન કેન્દ્ર સરકારે કુલ 10 કરોડ 48 લાખ 95 હજાર 545 ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

ચુંટણી અને વધતા કોરોના કેસને કારણે હપ્તામાં વિલંબ થયો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્ર સરકારે ગત મહિને પીએમ કિસાન સન્માન નિધિના આઠમાં હપ્તાની રકમ ખેડૂતોને આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી હતી. પરંતુ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ અને વધતા કોરોનાના કારણે વિલંબ થયો હતો. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે, મેના મધ્ય સુધીમાં 8 માં હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.

લિસ્ટમાં તમારું નામ આ પ્રમાણે ચકાસો

1. સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.

2. હોમપેજ પર Farmers Corner વિકલ્પ પર ક્લિક કરો.

3. Farmers Corner ની અંદર Beneficiaries List પર ક્લિક કરો.

4. ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.

5. ત્યારબાદ Get Report પર ક્લિક કરો. લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

Next Article