Edible oil price : તહેવારોની માંગ વચ્ચે તેલ અને તેલીબિયાંના ભાવમાં સુધારો, સરસવના ભાવમાં થશે વધારો

|

Sep 25, 2021 | 4:53 PM

મંડીઓમાં સરસવની આવક ઘટીને 1,60,000 બોરી પર આવી ગયું છે અને આવનારા દિવસોમાં સરસવની માંગ વધવાની શક્યતા છે. સરકારે સરસવના આગામી વાવેતર માટે સરસવના બિયારણની વ્યવસ્થા કરવી જોઈએ, અન્યથા નાના ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડશે.

Edible oil price : તહેવારોની માંગ વચ્ચે તેલ અને તેલીબિયાંના ભાવમાં સુધારો, સરસવના ભાવમાં થશે વધારો
File photo

Follow us on

ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઇ રહ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં વધારો થવાથી નાગરિકોને ખિસ્સા પર વધ્યું છે. શનિવારે તહેવારોની માંગને કારણે યાર્ડમાં સરસવ, સોયાબીન, સીપીઓ અને ક્રૂડ પામ ઓઇલ અને પામોલિન તેલના ભાવમાં વધારો થયો હતો. પરંતુ જ્યારે મગફળી અને કપાસિયા તેલમાં નવા પાકને કારણે ભાવમાં ઘટાડો થયો હતો.

વેપારીઓએ પાસેથી પ્રાપ્ત થતી અનુસાર, શિકાગો એક્સચેન્જ ગઈ કાલે રાત્રે 1.5 ટકા ઊંચું બંધ થયું હતું. તેમણે કહ્યું કે બજારમાં સરસવની ઉપલબ્ધતા ઓછી છે. ગયા વર્ષે આ જ સમયે, હાફેડ, નાફેડ અને અન્ય સરકારી એજન્સીઓ દરરોજ બે થી અઢી લાખ બોરી સરસવનું વેચાણ કરતી હતી, જ્યારે આ વખતે તેમની પાસે ખરીદી ન હોવાને કારણે સ્ટોક નથી.

નાના ખેડૂતો સાથે બિયારણની સમસ્યા હોઈ શકે છે
દેશની મંડીઓમાં સરસવનું આગમન 1,90,000 બોરીથી ઘટીને આશરે 160,000 બોઈ પર આવી ગયું છે અને આવનારા દિવસોમાં સરસવની માંગ વધવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સરકારે સરસવની આગામી વાવણી માટે સરસવના બિયારણની વ્યવસ્થા કરવી જોઈએ. અન્યથા ખાસ કરીને નાના ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ કે મોટા ખેડૂતો પહેલેથી જ તેમના બિયારણની વ્યવસ્થા કરે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સૂત્રોએ જણાવ્યું હતું કે સોયાબીનના નવા પાકના આગમન સાથે મંડળીઓમાં સોયાબીનના ભાવમાં ઘણી અસ્થિરતા છે અને તે અલગ અલગ સ્થળોએ 6,000 થી 6,600 પ્રતિ ક્વિન્ટલ વેચાય છે. શિકાગો એક્સચેન્જ શુક્રવારે તીવ્ર બંધ થતાં સોયાબીનના તેલના ભાવ સ્થાનિક સ્તરે મજબૂત થયા હતા. CPO અને પામોલીન તેલના ભાવ પણ તેજીના વલણ અને તહેવારોની માંગને કારણે કરેક્શન ટ્રેન્ડ સાથે બંધ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કપાસિયા તેલના ભાવ અને મગફળીના ભાવ નોંધપાત્ર રીતે નીચે આવી ગયા છે. ઊંચા ભાવને કારણે મગફળીની માંગ નબળી પડી છે. જેના કારણે સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે મંડીઓમાં નવા કપાસિયા પાકના આગમનથી કપાસિયા તેલના ભાવ વધુ તૂટ્યા છે.

આ પણ વાંચો : 26/11 મુંબઈ હુમલાના દોષીઓ સામે કાર્યવાહી માટે ભારત -અમેરિકાની માગ, કહ્યું બંને દેશો આતંક સામેની લડાઈમાં સાથે ઉભા છે

આ પણ વાંચો :સોનૂ સૂદ હૈદરાબાદમાં ખોલશે હોસ્પિટલ, ‘કહ્યુ સોનૂ રહે કે ના રહે પણ દર્દીઓને મફતમાં સારવાર મળતી રહેવી જોઇએ’

Next Article