Flower Farming : ફૂલની ખેતી કરતા ખેડૂતોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બમ્પર ઉત્પાદન પછી પણ ખરીદદારો નથી મળી રહ્યા

|

Feb 14, 2022 | 7:44 AM

ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગંગા અને યમુનાના તટપ્રદેશમાં ફૂલોની ખેતી કરતા હજારો ખેડૂતોએ આ વખતે વિસ્તાર વધાર્યો હતો. હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો હતો. પૂરતા પ્રમાણમાં ભેજને કારણે ફૂલોને ફાયદો થયો અને ઉપજમાં વધારો થયો. જોકે, રેલીઓ પર પ્રતિબંધથી ફૂલની અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે.

Flower Farming : ફૂલની ખેતી કરતા ખેડૂતોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બમ્પર ઉત્પાદન પછી પણ ખરીદદારો નથી મળી રહ્યા
Flower Farmers (File photo)

Follow us on

હાલમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ (UP Assembly Elections 2022) ચાલી રહી છે. આ ચૂંટણી કોરોનાના કારણે ફૂલની ખેતી અને ફૂલના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો નિરાશ થયા છે. તેમની નિરાશા પાછળ રાજકીય પક્ષ કે સરકાર નહીં પરંતુ કોરોના છે. વાસ્તવમાં, મહામારીને કારણે ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓ પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. રાજકીય પક્ષો ભૌતિકને બદલે ડિજિટલ પ્રચાર કરી રહ્યા છે અને ફૂલોની માંગ ઘટી છે.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગંગા અને યમુના નદી કિનારે ફૂલોની ખેતી કરતા હજારો ખેડૂતોએ આ વખતે ઉત્પાદન વધાર્યું હતું. હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો હતો. પૂરતા પ્રમાણમાં ભેજને કારણે ફૂલોને ફાયદો થયો અને ઉપજમાં વધારો થયો. જોકે, રેલીઓ પર પ્રતિબંધથી ફૂલની ખેતી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે. દર વખતે ચૂંટણીની મોસમમાં તેમની કમાણી વધતી જતી હતી, પરંતુ આ વખતે એવું થતું નથી.

ખેતરોમાં સુકાઈ રહેલા ફૂલો

નૈનીના અરેલ, મહેવા, ગંજીયા અને દાંડી જેવા વિસ્તારોમાં મોટા પાયે ફૂલની ખેતી કરવામાં આવી છે. પાક પણ સારો છે પરંતુ સેંકડો વીઘામાં ફેલાયેલા ખેતરોમાં ફૂલો સુકાઈ રહ્યા છે. ફૂલોના ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે રાજકીય પક્ષો તરફથી ફૂલોની મર્યાદિત માંગ હોવાથી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.
મીડિયા  સાથેની વાતચીતમાં એક ફૂલ વેપારી ગણેશ કહે છે કે દરેક ચૂંટણીમાં સેંકડો ક્વિન્ટલ ફૂલોનો વપરાશ થાય છે. ગુલાબ અને મેરીગોલ્ડ જેવા ફૂલોનો ઓર્ડર માત્ર પ્રયાગરાજ અને પડોશી જિલ્લાઓમાંથી જ નહીં પરંતુ કાનપુર, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર અને પ્રતાપગઢ જેવા શહેરોમાંથી પણ આવે છે. પરંતુ આ વખતે માંગ ઓછી હોવાથી ખેતરોમાં ફૂલો સુકાઈ રહ્યા છે.

Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025

ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી

ફૂલોની ખેતી કરતા બબલુ સિંઘ કહે છે કે જો એકાદ-બે દિવસમાં ફૂલોનું વેચાણ ન થાય તો આકરી ગરમી સમગ્ર ઉત્પાદનને બરબાદ કરી દેશે. ખર્ચ વસૂલવો પણ મુશ્કેલ બન્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી રેલીઓમાં મંચને સજાવવા માટે અનેક પ્રકારના ફૂલો ખરીદવામાં આવે છે, પરંતુ હવે રેલીઓ યોજવામાં આવી રહી નથી. જેના કારણે વેપારીઓ, ડેકોરેટરો તેમજ ફૂલોની ખેતી કરતા ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે.

પ્રયાગરાજ જિલ્લામાં ફૂલોના ચાર જથ્થાબંધ બજારો છે. તેમાં ગૌઘાટ, યમુના નદીના જૂના પુલ પાસે ફૂલ મંડી, રામ બાગ અને મુંદેરા મંડીનો સમાવેશ થાય છે. શહેર ઉપરાંત આસપાસના જિલ્લાના વેપારીઓ પણ અહીંથી ફૂલોની ખરીદી કરે છે. માંગ વધવાથી મિર્ઝાપુર, વારાણસી, કોલકાતા અને દિલ્હીથી પણ ફૂલો મંગાવવામાં આવે છે. એક ફૂલ વેપારીએ જણાવ્યું કે કોરોનાને કારણે ફૂલોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. ચૂંટણીઓ હોવા છતાં નુકસાનનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : LIC IPO: દેશનો સૌથી મોટો IPO ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે, SEBI માં DRHP દસ્તાવેજ ફાઈલ કરાયા

આ પણ વાંચો : Beauty Tips : ત્વચાના ખીલથી લઈને ડાર્ક સ્પોટ સુધીની સમસ્યાને દૂર કરવા વાપરો હળદરનું તેલ