દિલ્હીમાં (Delhi) કોવિડ-19ના નવા કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ કોરોના હજી સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા સરકાર અને નિષ્ણાતો લોકોને પહેલા કરતા વધારે સાવચેતી રાખવા માટે કહી રહ્યા છે. આ હોવા છતાં, એવા ઘણા લોકો છે જેઓ કોવિડ (corona guidelines violation) માર્ગદર્શિકાનું પાલન નથી કરી રહ્યા. આવો જ એક કિસ્સો દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન પરથી પ્રકાશમાં આવ્યો છે.
શુક્રવારે સાંજે 6 વાગ્યે એક મહિલા મેટ્રો સ્ટેશન નજીક માસ્ક વગર જઈ રહી હતી. મહિલાને માસ્ક વગર જોઈને જ્યારે નાગરિક સંરક્ષણ કર્મચારીઓએ તેને અટકાવી તો તેણીએ સિવિલ ડિફેન્સ કર્મચારી મારામારી કરવાનું શરૂ કર્યું હતું. આ પછી સ્કૂટી પર સવાર મહિલાએ તેની એક સાથી મહિલાને સ્થળ પર બોલાવી અને કર્મચારીઓ અને તેના સહયોગીઓ પર હુમલો કર્યો અને અપમાન કર્યું. પોલીસે બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ ગ્રંથપાલ આનંદ સરકારી સર્વોદય બાલ વિદ્યાલય ટિકરી કલાનમાં પોસ્ટ કરાયા છે. જે હાલમાં એસડીએમ પંજાબી બાગની ઓફિસ સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે, તેઓ એક શિક્ષક અજમેર સિંહ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓ સાથે પીરાગઢી મેટ્રો સ્ટેશન નજીક કોરોના નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, તે જ સમયે તેણે સ્કૂટી પર સવાર એક છોકરીને રોકી જેનું નામ સાધના છે. કારણ કે તે માસ્ક વગર હતી. સ્ટાફને છોકરીનું ચલાણ કરવાનું કહેવામાં આવ્યું. આ પછી યુવતીએ તેના પરિચિત મીનુ સિંહને ફોન કર્યો જે ત્યાં જ ગામમાં રહે છે. જ્યારે મહિલા આવી ત્યારે તેણે ચલણ ભરવાને બદલે કોવિડ ડ્યુટીમાં લાગેલી ટીમ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
મહિલાએ ત્યાં તૈનાત ટીમના લોકો સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીને માર માર્યો. ત્યાં હાજર લોકોએ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલાએ પોતાનો ગુસ્સો પોલીસ કર્મચારી પર ઉતાર્યો. પોલીસે મહિલા સામે કેસ નોંધ્યો છે (FIR no 698 /21 U/S 186/188/353/34 IPC & 3 Epidemic act, 51 Disater Management Act) . મહિલા પર ગેરવર્તણૂક, સરકારી કામમાં અવરોધ અને રોગચાળાની માર્ગદર્શિકાનો ભંગ કરવાનો આરોપ છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ
Published On - 6:01 pm, Mon, 9 August 21