જાણો કેમ અમેરિકાની જાસૂસી સંસ્થા FBIને અમદાવાદ આવવું પડ્યું?

|

Feb 10, 2019 | 4:44 PM

તાજેતરમાં અમદાવાદના સોલા વિસ્તારમાં બે નકલી કોલ સેન્ટર ઝડપાયાં. આ કોલ સેન્ટરમાં અમેરીકી નાગરીકો પાસેથી પણ પૈસા પડાવવામાં આવતાં જેને લઈને પોતાના નાગરીકોના ડેટા મેળવવા માટે અમેરીકી જાસૂસી સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. સોલામાં બે નકલી કોલ સેન્ટરને અમદાવાદ પોલીસે પકડી પાડ્યાં હતા. થોડા સમય બાદ બંને કોલ સેન્ટરના મુખ્ય […]

જાણો કેમ અમેરિકાની જાસૂસી સંસ્થા FBIને અમદાવાદ આવવું પડ્યું?

Follow us on

તાજેતરમાં અમદાવાદના સોલા વિસ્તારમાં બે નકલી કોલ સેન્ટર ઝડપાયાં. આ કોલ સેન્ટરમાં અમેરીકી નાગરીકો પાસેથી પણ પૈસા પડાવવામાં આવતાં જેને લઈને પોતાના નાગરીકોના ડેટા મેળવવા માટે અમેરીકી જાસૂસી સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં.

સોલામાં બે નકલી કોલ સેન્ટરને અમદાવાદ પોલીસે પકડી પાડ્યાં હતા. થોડા સમય બાદ બંને કોલ સેન્ટરના મુખ્ય સુત્રધારોને પણ પોલીસની ઝડપમાં આવી ગયાં હતાં. આ બંનેમાંથી એકના નામે અમેરીકામાં રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી અને તેની ધરપકડ થવાથી તેમજ પોતાના નાગરીકોના ડેટા પાછા મેળવવા માટે FBIના અધિકારીઓ અમદાવાદ પહોંચી ગયાં છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

એફબીઆઈના અધિકારી શોએબ દાઉદ અમદાવાદ ખાતે આવ્યાં હતા અને તેમને અમેરીકાના સંવેદનશીલ નાગરિકોનો ડેટા સાથે કોલની લિસ્ટ આપવામાં આવી હતી. સોલાના કોલ સેન્ટરના આરોપીઓ રોજ બે હજાર જેટલાં કોલ કરીને પોતાની ઓળખાણ એક જાસૂસી અધિકારી તરીકે આપતાં અને ત્યાંના નાગરીકો પાસેથી પૈસા પડાવતાં. ટેકસ અંગેના વિવિધ પ્રશ્નો અને ધમકી આપીને આ લોકો અમેરિકી નાગરીકોને વોલેટ અને ઈન્ટરનેટના માધ્યમથી પૈસા મોકલવાનું કહેતાં. આ પકડાયેલાં કોલ સેન્ટર પાસે અમેરીકાના નાગરીકોનો ડેટા હતાં જેના દ્વારા તેઓ વિશેષ સોફ્ટવેરની મદદથી અમેરીકા કોલ કરીને પૈસા પડાવી લેતાં.

[yop_poll id=1290]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article