એવું તો શું થયું કે, જમાઈએ પત્ની, સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયાર વડે કરી નાખી હત્યા, બાદમાં દાગીના લઈને થયો ફરાર

એક જ પરિવારના ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોમાં પતિ, પત્ની અને તેમની પુત્રીનો સમાવેશ થાય છે.

એવું તો શું થયું કે, જમાઈએ પત્ની, સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયાર વડે કરી નાખી હત્યા, બાદમાં દાગીના લઈને થયો ફરાર
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:54 PM

બિહારના (Bihar) સિવાન (Siwan) જિલ્લામાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા લોકોમાં પતિ, પત્ની અને તેમની પુત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના પાછળ કૌટુંબિક તકરાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

આરોપ છે કે, આ પરિવારના જમાઈએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, રવિવારે મોડી રાત્રે તેણે પોતાની પત્ની, સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. આ પછી તે ઘરમાં રાખેલા દાગીના લઈને ભાગી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને તપાસમાં લાગી ગઈ.

આ કેસ સિવાન જિલ્લાના દરોંડા વિસ્તારના ભીખાબંધ ગામનો છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જે વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો તે ઘરનો જમાઈ છે. તેના નાના દીકરાએ આ બાબતની માહિતી પોલીસને આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે તેની પત્ની, સાસુ અને સસરાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં અલસેન સાઈ (75), નજમા ખાતૂન (70) અને નસીમા ખાતૂન (30) નો સમાવેશ થાય છે. આ તમામના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોર્ટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઘરની અંદર કરવામાં આવી છે. જેમાં બે મૃતકોના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા. જ્યારે એક મૃતકનો મૃતદેહ ઘરની બહાર મળી આવ્યો હતો. એવું લાગે છે કે, ત્રણેય પોતાનો જીવ બચાવવા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, આરોપીએ બેને ગરદન પર, જ્યારે એકને ગરદન અને પેટમાં ઘા માર્યા છે.

પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ લોકોની હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જમાઈ ઘરમાં રાખેલા દાગીના લઈને ભાગી ગયો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ સાથે જ પોલીસ તપાસમાં લાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: AIL Recruitment 2021: એર ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક પદ પર નોકરી મેળવવાની તક, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: CRPF Recruitment 2021: CRPFમાં પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સિલેક્શનની સમગ્ર પ્રક્રિયા