માતાએ એવું તો શું કર્યું કે પુત્ર કૂદી પડ્યો કૂવામાં, બે દિવસ પછી મળી લાશ, જાણો શું છે મામલો

|

Jan 10, 2022 | 1:19 PM

એક 16 વર્ષના કીશોરે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યોગેશને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો શોખ હતો.

માતાએ એવું તો શું કર્યું કે પુત્ર કૂદી પડ્યો કૂવામાં, બે દિવસ પછી મળી લાશ, જાણો શું છે મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

રાજસ્થાનના પાલીમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષના કીશોરનો ફોન છીનવી લેતાં દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી છે. મામલો મુંદરા ગામનો છે. અહીં ટ્રક ડ્રાઈવર હરિલાલ મેઘવાલના 16 વર્ષના પુત્ર યોગેશે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ યોગેશને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો શોખ હતો. યોગેશ રીલ બનાવવામાં એટલો મશગૂલ હતો કે ભણવાનું તો દૂર, ખાવા-પીવામાં પણ ધ્યાન નહોતું.

યોગેશની માતાએ તેને આ આદત વિશે ઘણી વખત અટકાવ્યો પરંતુ તેની તેના પર કોઈ અસર થઈ નહીં. અંતે કંટાળીને માતાએ તેનો મોબાઈલ ઝૂંટવી લીધો. પરંતુ તેનાથી તેને એટલું બધું લાગી આવ્યું કે, તે કૂવામાં કૂદી પડ્યો. રવિવારે સાંજે કૂવામાંથી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

રીલ બનાવવાના શોખમાં થયું મૃત્યુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોગેશના પિતા અવારનવાર કામથી બહાર રહેતા હતા. ઘરની સમગ્ર જવાબદારી યોગેશની માતા લીલાદેવીના ખભા પર આવી ગઈ. છેલ્લા કેટલાક મહિનાઓથી યોગેશન મોબાઈલ પર રીલ બનાવતો હતો. શાળાએથી આવ્યા બાદ તે મોબાઈલ લઈને જતો હતો અને ગામની શેરીઓમાં, તળાવના કિનારે જઈ વીડિયો બનાવતો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

તેનાથી પરેશાન થઈને 7 જાન્યુઆરીના રોજ યોગેશે તેને દિવસભર મોબાઈલમાં વીડિયો બનાવવા માટે ઠપકો આપ્યો હતો. માતાએ તેની પાસેથી મોબાઈલ પણ છીનવી લીધો હતો. જેનાથી નારાજ થઈને યોગેશ સાંજે પાંચ વાગે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ તેને શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શનિવારે તેણે સાદરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અડધા કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો

યોગેશની લાશ રવિવારે બપોરે ગામના શિવકુંડ સાઈટના કૂવામાંથી મળી આવી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. સાદરીથી જીતેન્દ્રસિંહ રાઠોડની ઈગલ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ અડધા કલાક બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી. લાશની ઓળખ યોગેશની હોવાનું જાણવા મળ્યું હતું.

પુત્રનો દેહ જોઈને માતા લીલાદેવી ખૂબ રડી. મા વારંવાર એક જ વાત કહેતી હતી કે મને ખબર હોત કે તે આવું પગલું ભરશે. તો મોબાઈલ માટે ક્યારેય ના ન પાડત. હું તેનું સારું ઇચ્છતી હતી, પણ મને જીવનભરનું દુઃખ આપ્યું.

આ પણ વાંચો: Army School Recruitment 2022: આર્મી સ્કૂલમાં TGT, PGT અને PRT શિક્ષકની ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: Current Affairs 2022: જળ સંરક્ષણ પ્રયાસો માટે કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું? જુઓ 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો

Next Article