Viral Video: સત્તાનો ઘમંડ પડ્યો ભારે! માફી માંગી, બદલી કરાઈ હવે કાર્યવાહીની માંગ

|

May 24, 2021 | 8:58 PM

કલેક્ટરનો લૉકડાઉનના નામ પર એક શરમજનક કરતૂત કરતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Viral Video: સત્તાનો ઘમંડ પડ્યો ભારે! માફી માંગી, બદલી કરાઈ હવે કાર્યવાહીની માંગ
Picture Source : ANI

Follow us on

Collector Viral Video: ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે, વધતા જતા સંક્રમણને રોકવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે તો કેટલાક મહાનગરો અને શહેરોમાં આંશિક લૉકડાઉન અને કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. લોકો આ મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે.

 

સોશિયલ મીડિયામાં ઘણી વાર તમે એવા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોયા હશે, જે પોતાનું કર્તવ્ય ખૂબ ઈમાનદારીથી નિભાવી રહ્યા હોય છે તેમજ ફરજની સાથે સાથે લોકોની મદદ પણ કરી રહ્યા હોય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે વીડિયો જોઈને લોકો એક અધિકારીની ટીકા કરી રહ્યા છે.

 

છત્તીસગઢના સૂરજપુરમાં એક કલેક્ટરનો લૉકડાઉનના નામ પર એક શરમજનક કરતૂત કરતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ કલેક્ટરે પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરીને એક છોકરાના હાથમાંથી તેનો ફોન છીનવી લીધો અને તેને લાફા પણ મારી દીધા.

 

અહીં અટકવાને બદલે આ સાહેબને એટલો ગુસ્સો આવ્યો કે તેણે આ 13 વર્ષના બાળકને મારવા માટે સુરક્ષાકર્મીઓને આદેશ પણ કરી દીધો. સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો ઘટનાની નિંદા કરી રહ્યા છે.

 

અધિકારીની બદલી કરાઈ

તમને જણાવી દઈએ કે આ અધિકારીનું નામ રણવીર શર્મા છે. જ્યારથી બાળકને મારતો તેમનો વીડિયો વાયરલ (Viral Video) થયો ત્યારથી જ લોકો તેમની આલોચના કરી રહ્યા હતા અને તેમના પર તાત્કાલિક ધોરણે પગલા લેવાય તેવી પણ માંગ કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ આ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે સાથે જ બાળકના પિતાએ તેમના વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપીને સખત કાર્યવાહીની માંગ કરી છે.

 

 

તમને જણાવી દઈએ કે, જે છોકરા પર કલેક્ટરે હાથ ઉપાડ્યો હતો તેણે રણવીર શર્માને દવાની ચિઠ્ઠી પણ બતાવી હતી. આ છોકરો દવાઓ લેવા માટે મેડિકલ સ્ટોર જઈ રહ્યો હતો, પરંતુ રણવીર શર્મા તેની વાત માનવા તૈયાર ન હતા અને ગુસ્સામાં તેને લાફા મારી દીધા સાથે જ વીડિયો બનાવતો હોવાનું કહીને તેનો ફોન લઈને ફેંકી દીધો. સુરક્ષાકર્મીઓ પાસે તેને માર મરાવ્યા બાદ એફઆઈઆરની પણ ધમકી આપી હતી.

 

આ પણ વાંચો: સિંહને ‘Panthera Leo’ કહે છે અને રીંછને ‘Ursidae’ કહે છે, જાણો પ્રાણીઓના Scientific Names શું છે ?

Next Video