Vadodara : બિલ્ડર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા

|

Jun 13, 2021 | 11:57 AM

Vadodara : 3 યુવકોએ વડોદરા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર અને બિલ્ડરને મેસેજ કરી જમીન જોવા બોલાવ્યા બાદ ગોંધી રાખી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેનો અશ્લિલ વિડીયો ઉતાર્યો હતો ત્યાર બાદ તેમને બ્લેક મેઈલ કરવાનું શરુ કર્યુ હતુ.

Vadodara : 3 યુવકોએ વડોદરા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર અને બિલ્ડરને મેસેજ કરી જમીન જોવા બોલાવ્યા બાદ ગોંધી રાખી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ શખ્શોએ બિલ્ડર પાસેથી 73 હજારની લૂંટ ચલાવી હતી. આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં (Waghodia Police Station)
3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે.

બિલ્ડરે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ભૂલથી મોબાઇલ ફોનમાં બ્લ્યૂડ ગે ક્લબ હાઉસ ફોર એન્ડ્રોઇડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ બાદ પીપળીયા ગામની સીમમાં જમીન જોવા બોલાવ્યા હતા. આ બાદ આરોપીને ખેતરમાં લઇ જઈ સોનાની ચેઇન, મોબાઇલ અને 8 હજાર રોકડાની લૂંટ ચલાવી હતી.  આ સાથે જ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ બાદ 1 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ બાદ ભોગ બનનાર બિલ્ડરે પત્ની પાસેથી પૈસા પણ લીધા હતા. આ શખ્સોએ વધુ 50 હજારની માંગ કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસે જય રાજુ ઠાકોરઅને રાકેશ રામદેવ કનોજિયાની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર અક્ષયની શોધખોળ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આરોપીઓએ પૈસાની માંગણી કરતા 12 હજાર રૂપિયા લઈને 49 વર્ષીય બિલ્ડરની પત્ની અને બહેન પહોંચ્યા હતા. પૈસા લીધા બાદ બિલ્ડરની પત્ની અને બહેનને ઘરે મોકલી દીધા હતા. વધુ 50 હજારની માંગ કરી હતી અને કઢંગી હાલતમાં ફોટા પાડી વાઇરલ કરવાની માંગ કરી હતી. જો બિલ્ડર પૈસા નહીં આપે તો પત્ની અને દીકરીને પૈસા ઉપાડી જવાની ધમકી પણ આપી હતી.

Next Video