VADODARA : કરજણ સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, અલ્પેશ ઠાકોરે સરકાર પર કર્યા પ્રહારો

|

Aug 20, 2021 | 2:21 PM

Karjan gang rape and murder case : વડોદરાના કરજણ પંથકમાં 16 ઓગસ્ટે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી હતી.

VADODARA ના કરજણમાં એક પરિણીતા પર સામૂહિક બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાની ઘટના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. ઠાકોર સેનાના નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ ઠાકોરે આજે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોર પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં તેમણે કરજણમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલને નિશાને લીધા અને કહ્યું કે આટલો મોટો બનાવ બન્યો છે છતાં કોઇ રાજનેતા અહીં આવ્યો નથી.

અલ્પેશ ઠાકોરે સંવેદનશીલ સરકાર શબ્દનો ઉપયોગ કરીને રૂપાણી સરકાર પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને આરોપીઓને ફાંસીની સજા અપાવે.

વડોદરાના કરજણ પંથકમાં 16 ઓગસ્ટે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી હતી.પોલીસના દાવા પ્રમાણે, 16 ઓગસ્ટે મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ડૉગ સ્ક્વૉડ અને FSLની મદદ લીધી હતી. ટ્રેકર ડૉગ જાવા દ્વારા સીન ઓફ ક્રાઈમની વસ્તુઓની સ્મેલના આધારે ટ્રેકિંગ કરાયું હતું.

જે દરમિયાન ટ્રેકર ડૉગ ઘટનાસ્થળથી 500 મીટર દૂર આવેલા એક ટેન્ટમાં જઈ રોકાઈ ગયો હતો. ત્યાં એક શખ્સ પર તેણે શંકા વ્યક્ત કરી હતી.પોલીસે તે શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા હત્યા અને સામૂહિક દુષ્કર્મની વિગતો પ્રકાશમાં આવી હતી.આમ આરોપીઓ સુધી પહોંચવામાં એક ટ્રેકર ડૉગે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

Next Video