VADODARA : ગોત્રી GMERS હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓનું રેગિંગ, 100 ઉઠક-બેઠક કરાવતા 3 વિદ્યાર્થીઓને ઉલટીઓ થઇ

|

Jul 25, 2021 | 11:51 AM

વહેલી સવારે 4 કલાકે આ 60 વિદ્યાર્થીઓને એક લાઈનમાં ઉભા રાખી 100 ઉઠક-બેઠક કરાવી, જે દરમિયાન 3 વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી.

VADODARA: શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓનું રેગિંગ થયાની ઘટના સામે આવી છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 60 વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 કલાકે આ 60 વિદ્યાર્થીઓને એક લાઈનમાં ઉભા રાખી 100 ઉઠક-બેઠક કરાવી, જે દરમિયાન 3 વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી.આ વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રેગિંગમાં કેટલાક પૂર્વ વિદ્યાર્થી અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સંડોવણી હતી.ભોગ બનનાર વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાની ડીનને જાણ કરી છે. આ મામલો સામે આવતા જ હોસ્પિટલની એન્ટિ રેગિંગ કમિટીએ મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડન્ટ ડૉક્ટરને છુટા કરી દીધા છે.

Published On - 8:39 am, Sun, 25 July 21

Next Video