Vadodara: બિલ્ડર સાથે ઠગાઇ કેસમાં દિલ્હીના 4 ભેજાબાજ પોલીસના સકંજામાં, 29 મી સુધીના રિમાન્ડ મંજૂર

|

Jul 22, 2021 | 8:41 AM

વર્ષ 2017 માં માનવ ઇન્ફસ્ટ્રક્ચર (Manav Infrastructure) કંપની સાથે ઠગાઇ કરવામાં આવી હતી. ICICI બેન્કની રૂપિયા 50 લાખની બોગસ ગેરન્ટી રજૂ કરી 20 લાખ મેળવી લીધા હતા.

Vadodara: બિલ્ડર કંપની સાથે 20.47 કરોડની ઠગાઈના આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. બિલ્ડર સાથે ઠગાઈની તપાસ દિલ્હી અને કલકત્તા સુધી લંબાઈ હતી. જેમાં CID ક્રાઇમે દિલ્હીની કંપનીના ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા, કોર્ટે 29 મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિલ્હીની એસેન્ટ કંપનીના MD સુરેશ ગોગિયા, ડિરેકટર પ્રમોદ ગોગિયા, ડિરેકટર ગિરિષ નારંગ અને કર્મચારી અમન શર્માની CID ક્રાઇમે અટકાયત કરી વડોદરા કોર્ટમાં રજૂ કર્યા હતા. વર્ષ 2017 માં માનવ ઇન્ફસ્ટ્રક્ચર (Manav Infrastructure) કંપની સાથે ઠગાઇ કરવામાં આવી હતી.

આરોપીઓએ ICICI બેન્કની રૂપિયા 50 લાખની બોગસ ગેરન્ટી રજૂ કરી 20 લાખ મેળવી લીધા હતા. બોગસ બેન્ક ગેરેંટી કલકત્તામાં બનાવી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: સરખેજ વિસ્તારના એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો:  Surat : સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનામાં અત્યાર સુધી 292 કરોડનો ખર્ચ કરાયો, ઓડિટ કાર્યવાહી શરૂ

Next Video