VADODARA : પાદરામાં સ્થાનિકોએ લવજેહાદના કાયદાની માંગ સાથે રેલી યોજી

|

Feb 01, 2021 | 3:59 PM

VADODRA : પાદરામાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ છવાયો છે.

VADODARA : શહેરમાં અવારનવાર લવ જેહાદની ફરિયાદો ઉઠી રહી છે. પાદરામાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. પાદરામાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ છવાયો છે. આજે યુવતીના પરિવાર સાથે હિન્દુ સંગઠનો દ્વારા પાદરામાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને હિન્દૂ સંગઠનો જોડાયા હતા. અને યુવતીને પરત લાવવા તેમજ વિધર્મી યુવકને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.

પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી આ રેલી પાદરાના મુખ્ય બજારોમાંથી સૂત્રોચાર સાથે પસાર થઈ પાદરા મામલદાર ખાતે પહોંચી હતી. અહીં પાદરા મામલદાર અને પાદરા પોલીસને આવેદન પત્ર આપી રજુઆત સાથે રાજ્યમાં લવ જેહાદનો કાયદો લાવવાની માંગ કરવામાં આવી છે.

Published On - 3:59 pm, Mon, 1 February 21

Next Video