ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર, વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી

|

Sep 27, 2021 | 5:41 PM

Gotri Rape Case : દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે.

VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ કેસના આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે.

પોલીસે રાજુ ભટ્ટના નિવાસ સ્થાને જવાનોનો પહેરી ગોઠવી દીધો છે, જેથી ત્યાં આવતા-જતા લોકોની નોંધ લઇ શકાય. આ સાથે જ ગાંધીધામથી રાજુ ભટ્ટના સાળા હરસિદ્ધ વૈદ્યને પણ લાવવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાર્મની હોટેલના માલિક કાનજી મોકરિયાની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ હાર્મની હોટેલમાં જ પીડિતા અગાઉ 20 દિવસ સુધી રોકાઈ હતી.

રાજુ ભટ્ટના સાળા હરસિદ્ધ વૈદ્ય સતત રાજુ ભટ્ટના પરિવાર સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી હરસિદ્ધ વૈદ્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે કે જેનાથી માહિતી મળી શકે કે રાજુ ભટ્ટ પરિવાર સાથે ક્યાં છુપાયો હોય શકે છે અને કોણ તેની મદદ કરી રહ્યું છે.

છે. આ કેસના આરોપી રજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા 7 ટીમો બનવવામાં આવી છે અને અલાલ્ગ અલગ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

રાજુ ભટ્ટના નિવાસે પરમદિવસે 25 સપ્ટેમ્બરે રાત્રે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોચી હતી, પરંતુ અંદર પ્રવેશવામાં સફળ થઇ ન હતી. ગઈકાલે 26 સપ્ટેમ્બરને રવિવારે ક્રાઈમ બ્રાંચની ટીમેં રાજુ ભટ્ટના ઘરમાંથી મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Next Video