VADODARA : સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદવાદ ક્રાઇમ બ્રાંચ બંને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાક્રમનું રિકંસ્ટ્રકશન કરશે

|

Jul 27, 2021 | 8:02 AM

Sweety Patel murder case : આ સમગ્ર કેસમાં અન્ય કોની કોની સંડોવણી હતી, આરોપીએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો વગેરે જેવા મુદ્દાઓ પર તપાસ હાથ ધરાશે.તો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ બંને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાક્રમનું રિકંસ્ટ્રકશન કરશે.

VADODARA: શહેરના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel murder case) ના બંને આરોપીઓના કરજણ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch ) હત્યાના આરોપી અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં રજૂ કર્યા હતા.ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જોકે કરજણ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે હવે આ સમગ્ર કેસમાં અન્ય કોની કોની સંડોવણી હતી, આરોપીએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો વગેરે જેવા મુદ્દાઓ પર તપાસ હાથ ધરાશે.તો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ બંને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાક્રમનું રિકંસ્ટ્રકશન કરશે.

તો અજય દેસાઇ સામે ગુનો નોંધાયા બાદ ધરપકડ થતા તેને ફરજ મોકૂફ કરાયો છે..જિલ્લા પોલીસવડાએ અજય દેસાઇને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે.તો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હવે વિવિધ મુદ્દાઓ પર તપાસ કરશે અને કેટલાક વણઉકલ્યા સવાલોનો જવાબ મેળવશે…જેમાં હત્યાકાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? સ્વિટીના ઘરમાંથી મળેલું લોહી કોનું હતું ?.જો સ્વિટીની ગળુ દબાવીને હત્યા કરાઇ તો લોહી ક્યાંથી આવ્યું ?. શું ખરેખર સ્વિટી ગર્ભવતી હતી, શું ગર્ભવતી હોવાનો ખુલાસો થતા તેની હત્યા કરાઇ ? આમ હવે આ કેસમાં એક પછી એક રહસ્યો પરથી પડદો ઉચકાય તો નવાઇ નહીં.

Next Video