અમદાવાદ સિવિલમાંથી ભાગી ગયેલા GST સ્કેમના આરોપી નીરજ આર્યાની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

Rajkot: GST કૌભાંડના આરોપી નીરજ આર્યાની આખરે અટકાયત થઇ છે. જણાવી દઈએ કે આરોપી અમદાવાદ સિવિલમાંથી ભાગી ગયો હતો.

અમદાવાદ સિવિલમાંથી ભાગી ગયેલા GST સ્કેમના આરોપી નીરજ આર્યાની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો
Neeraj Arya (File Image)
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:56 AM

Rajkot: GST કૌભાંડનો (GST Scam) આરોપી અમદાવાદ (Ahmedabad) સિવિસમાંથી નાસી છૂટ્યો હતો. તો ત્યાર બાદ સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી સામે આવી છે. સ્ટેટ જીએસટી વિભાગે ઉત્કર્ષ ગ્રુપના (Utkarsh Group) નિરજ આર્યાની (Neeraj Arya) આ બાદ અટકાયત કરી છે. જણાવી દઈએ કે 31 કરોડની કરચોરીના કેસમાં નીરજ આર્યાની અટકાયત કરવામાં આવી છે. તો નીરજ આર્યા અમદાવાદથી નાસી છુટ્યા બાદ નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં જીએસટી વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે. માહિતી પ્રમાણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની સાથે તેની ધરપકડ કરાશે.

જણાવી દઈએ કે અમદાવાદ સિવિલમાંથી ફરાર આરોપી નડિયાદની હોસ્પિટલમાં દાખલ થયો હતો. તો લુકઆઉટ નીકળતા આરોપી નડિયાદની હોસ્પિટલમાં દાખલ થયો હોવાની માહિતી સામે આવી હતી. અગાઉ આરોપી નીરજ આર્યાની ખોટી રીતે વેરા શાખ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટે નીરજ જયદેવ આર્ય અને સીએમ હિમાંશુ ચામેલના જામીન ફગાવ્યા છે. તો રૂ.12.90 કરોડની FD અને નીરજ આર્યના 7 પ્લોટ ટાંચમાં લેવાયાની માહિતી સામે આવી છે.

નીરજ આર્યાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલો હતો. આ GST કૌભાંડનો આરોપી ફરાર થઈ ગયો હતો. નીરજ આર્યા (Neeraj Arya) નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. નીરજને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

આ આરોપીનું ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો. આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો હતો. ડેપ્યુટી ડાયરેક્ટરે GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 1 ડિસેમ્બર : મિત્રનો સહયોગ તમારી હિંમત વધારશે, બીજાની સલાહને ધ્યાનમાં લઈને વ્યાપારને લગતા નિર્ણયો લો

આ પણ વાંચો: વહેલી સવારે અમદાવાદમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીમી ધારે વરસ્યો મેઘ

Published On - 6:55 am, Wed, 1 December 21