UP: શ્રી ક્રૃષ્ણ નગરીમાં ધાર્મિક આસ્થા સાથે રમત, વૃંદાવનના ‘નિધિવન’માં વિડીયો બનાવવા મામલે 5 લોકો સામે FIR, જાણો સમગ્ર મામલો

|

Nov 13, 2021 | 8:28 AM

ભારતીય દંડ સંહિતા ( IPC ) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) ની સંબંધિત કલમો હેઠળ સોશિયલ મીડિયા પર વિડિયો ફેલાવનાર વ્યક્તિ સહિત પાંચ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

UP: શ્રી ક્રૃષ્ણ નગરીમાં ધાર્મિક આસ્થા સાથે રમત, વૃંદાવનના નિધિવનમાં વિડીયો બનાવવા મામલે 5 લોકો સામે FIR, જાણો સમગ્ર મામલો
માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ, રાધા રાણી અને તેમના મિત્રો આજે પણ રાસ લીલા માટે અહીં રાત્રે આવે છે.

Follow us on

Uttar Pradesh: મથુરા (Mathura) જિલ્લાના વૃંદાવન (Vrundavan) માં શ્રદ્ધા સાથે રમતનો મામલો સામે આવ્યો છે. વૃંદાવનના ‘નિધિવન’ (Nidhivan) ના પ્રતિબંધિત વિસ્તારનો વીડિયો (Video) બનાવીને રાત્રે સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. નિધિવનમાં ખૂબ જ પ્રાચીન તુલસીના વૃક્ષો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ, રાધા રાણી અને તેમના મિત્રો આજે પણ રાસ લીલા માટે અહીં રાત્રે આવે છે.

વાસ્તવમાં આ વિસ્તારમાં રાત્રિ રોકાણ પર પ્રતિબંધ છે. અહીં રાત્રે પૂજારીઓને પણ રોકાવાની મંજૂરી નથી. કોતવાલી વૃંદાવનના નિરીક્ષક વિનય મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) ની સંબંધિત કલમો હેઠળ સોશિયલ મીડિયા પર વિડિયો ફેલાવનાર વ્યક્તિ સહિત પાંચ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત વધુ બે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી
અધિકારીએ જણાવ્યું કે આરોપીની શોધ ચાલુ છે. પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે કહ્યું કે પોલીસ સ્ટેશનની ટીમ સિવાય, આ મામલાને ઉકેલવા માટે વધુ બે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. વાસ્તવમાં, આ વીડિયો હાલમાં જ એક YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક યુવકો નિધિવનની પાછળની બાજુની દિવાલ પર ચઢીને અંદર પ્રવેશતા જોવા મળે છે. નિધિવન મિસ્ટ્રી વીડિયોમાં યુવકો આખા મંદિરનો વીડિયો શૂટ કરે છે અને મંદિરના આધ્યાત્મિક રહસ્ય પર અસંયમિત ટિપ્પણીઓ કરે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ધર્મ રક્ષા સંઘે ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો હતો
ધર્મ રક્ષા સંઘે નિધિવનની દિવાલ પર ચડીને વીડિયો શૂટ કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શુક્રવારે મહામંડલેશ્વર સ્વામી પરમેશ્વર દાસ મહારાજની અધ્યક્ષતામાં મોર કુટી ખાતે મળેલી બેઠકમાં સંતો અને હિન્દુવાદીઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે કહ્યું કે જે રીતે લોકો નિધિવનમાં ચોરોની જેમ પ્રવેશ્યા છે તે અત્યંત નિંદનીય છે.

આ પણ વાંચો: ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 13 નવેમ્બર: વ્યવસાયની દૃષ્ટિએ ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહે, નોકરિયાત વર્ગને કામનું ભારણ જણાય

Published On - 7:09 am, Sat, 13 November 21

Next Article