ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓની થઈ ચોરી, મેયરે સ્થળ પર પહોંચી યોગ્ય સલાહ સૂચનો આપ્યા

|

Nov 10, 2021 | 3:19 PM

ફરિયાદોને પગલે આજે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેકટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં લાઈટો ચોરાઈ ગઈ છે કે છત્રીઓ ચોરાઈ ગઈ છે,

ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓની થઈ ચોરી, મેયરે સ્થળ પર પહોંચી યોગ્ય સલાહ સૂચનો આપ્યા
Umbrellas for beautification stolen from outside Home Minister Harsh Sanghvi's house

Follow us on

સુરત શહેર માટે ગર્વની વાત છે કે શહેરને પાંચ પાંચ ધારાસભ્યોને મંત્રીપદ મળ્યા છે. જેમાં પણ મંત્રીમંડળમાં સૌથી અગત્યના મનાતા ગૃહમંત્રાલયનું પદ મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યું છે. જોકે આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા ગૃહમંત્રીના ઘરની બહાર જ સલામતીની કોઈ વ્યવસ્થા નથી એવું એક ઘટના પરથી સાબિત થાય છે.

વાસ્તવમાં મજુરા વિસ્તારમાં પારલે પોઇન્ટ બ્રિજ નીચે સુરત મનપા દ્વારા બ્યુટીફીકેશન અને એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત પણ લેવામાં આવી રહી છે.

જોકે ચાર દિવસની ચાંદની જેવો ઘાટ આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટનો રહ્યો છે. અહીં લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા અસંખ્ય ફરિયાદો પણ કરવામાં આવી છે. જે પ્રમાણે, આ એક્ટિવિટી ઝોન જ્યારે તૈયાર કરાયું ત્યારે તો તે જોવાલાયક હતું પરંતુ હવે તેની જાળવણી માટે કોઈ જ હાજર હોતું નથી. જેને લીધે બ્રિજની નીચે જે છત્રીઓથી સુંદરતા ઊભી કરવામાં આવી હતી, તેમાં કેટલીક છત્રીઓને તો તોડી નાંખવામાં આવી છે, અને ચોરાઈ ગઈ છે. એટલું જ નહીં જ્યાં ગાર્ડનિંગ કરાયું છે ત્યાં પણ અંદર ઘૂસીને લોકો ફોટા પાડી રહ્યાં છે. જેને કારણે ગાર્ડનિંગની શોભા પણ બગડી ગઈ છે. આઈ લવ સુરત લખ્યું છે એમ પણ ફક્ત એક-બે અક્ષરની લાઈટો જ ચાલુ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આમ સુરત મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો આ પ્રોજેકટ પાછળ કરવામાં આવ્યો પરંતુ હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી રહી. મનપાના જવાબદાર અધિકારીઓ એટલા બિન્દાસ બની ગયા છે અને તેનો સીધો ફાયદો તોફાનીઓને થઈ રહ્યો છે.

ફરિયાદોને પગલે આજે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેકટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં લાઈટો ચોરાઈ ગઈ છે કે છત્રીઓ ચોરાઈ ગઈ છે, અથવા મિલકતને નુકશાન કરવામાં આવ્યું છે તે ક્ષતિઓ દૂર કરવા માટે મેયર દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. અને જરૂર પડ્યે અહીં સિક્યોરિટીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસિસ વિકની ઉજવણીના ભાગરૂપે ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન

Next Article