અમદાવાદમાં મોજશોખ માટે નકલી અધિકારી બની ખંડણી ઉઘરાવતા બે યુવાનો ઝડપાયા

|

Nov 03, 2021 | 7:51 PM

ચાની કીટલી ચલાવતા બંને આરોપીઓ BMW કારમાં જઈ વેપારીઓ સાથે તોડ કરતા હતા.જેમાં એસ.પી રીગરોડ અને સરખેજ વિસ્તારમાં આવેલ ગોડાઉનના વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા.

અમદાવાદમાં મોજશોખ માટે નકલી અધિકારી બની ખંડણી ઉઘરાવતા બે યુવાનો ઝડપાયા
two youths were caught extorting ransom by becoming fake officers in Ahmedabad

Follow us on

AHMEDABAD : વૈભવી જીવન જીવવા બે નબીરાએ નકલી અધિકારીઓ બનીને વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી અને ખંડણીના રૂપિયાથી BMW કાર ખરીદી, બાદમાં હાઈ પ્રોફાઈલ સ્ટાઈલથી ગાડી લઈને ખંડણી ઉઘરાવવા નીકળતા હતા. સરખેજ પોલીસે બન્નેની ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી છે.કેવી રીતે આરોપી ચાની કીટલીથી ખંડણીખોર બન્યો જોઈએ આ અહેવાલમાં.

ફોટોમાં જોવા મળતા આરોપી આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચી વૈભવી લાઈફ જીવવા ખંડણીખોર બન્યા. નકલી અધિકારી બનીને વેપારીઓને ધમકી આપીને લાખોની ખડંણી ઉઘરાવતા હતા. એટલું જ નહિ તેઓએ ખડંણીના રૂપિયાથી BMW લકઝરીયસ ગાડી પણ ખરીદી છે. સરખેજમા રૂબી પેકેજીંગ નામની ફેકટરીના માલીકને ગુમાસ્તા ધારા તથા લાયસન્સ કઢાવી આપવાનુ કહીને આરોપીઓએ રૂ.3.50 લાખ પડાવ્યા અને ત્યાર બાદ ફેકટરીના માલીકને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અને પોલીસને જાણ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે રૂ.31 લાખની ઉઘરાણી કરી હતી.

અ સમગ્ર ઘટનાની માહિતી સરખેજ પોલીસને મળતા બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી છે.પકડાયેલ બન્ને આરોપી યુસુફ અને આરીફની પુછપરછમાં પોલીસ ચોંકી ઉઠી હતી. કારણકે ચાની કીટલી ચલાવતા બંને આરોપીઓ BMW કારમાં જઈ વેપારીઓ સાથે તોડ કરતા હતા.જેમાં એસ.પી રીગરોડ અને સરખેજ વિસ્તારમાં આવેલ ગોડાઉનના વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા.અત્યાર સુધીમાં બે થી ત્રણ વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આરોપીઓએ પોલીસકર્મી પાસે પૈસા પડાવ્યા હોવાનું સામે પણ આવ્યું છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

બન્ને આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો મોંઘી કારમાં અધિકારી બની ફેક્ટરી કે ગોડાઉનમાં જઈ વેપારીને ડરાવી વ્યવસાયનું લાઈસન્સ કે અન્ય પુરાવા માંગતા હતા..શરૂઆતમાં અમદાવાદ મહાનગરપાલિકા કે પોલીસ અધિકારી હોવાનો રોફ જમાવતાં પરતું બાદમાં અધિકારીને જાણ કરી ધંધો બંધ કરવાનો વેપારીને ડર બતાવવા હતા.કોઈ વેપારીઓ શંકા ન કરે તે માટે BMW કારમાં જતા હતા.પરતું એક વેપારી પોલીસને જાણ કરતા બન્ને તોડબાજને પકડી લેવામાં આવ્યાં છે.

ખંડણીખોર એવા યુસુફે અગાઉ ઉછીના પૈસા ન ચુકવા પડે માટે ઝેરી દવા પીને બે વ્યાજખોર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. ચાની કીટલી અને ગેરેજની કમાણીમાં વૈભવી લાઈફ ન મળતા આ બન્ને આરોપીઓેએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી હતી. સરખેજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને અન્ય કેટલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવી છે તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.

 

Published On - 7:11 pm, Wed, 3 November 21

Next Article