Toolkit Case: કોર્ટે દિશા રવિને 3 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી, પોલીસે કહ્યું પૂછપરછમાં નથી આપી રહી સહયોગ

|

Feb 19, 2021 | 5:39 PM

Toolkit Case: ટૂલકીટ કેસમાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની પોલીસ કસ્ટડીની મુદત શુક્રવારે સમાપ્ત થઈ. તેને આજે દિલ્હી પોલીસ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

Toolkit Case: કોર્ટે દિશા રવિને 3 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી, પોલીસે કહ્યું પૂછપરછમાં નથી આપી રહી સહયોગ

Follow us on

Toolkit Case: ટૂલકીટ કેસમાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની પોલીસ કસ્ટડીની મુદત શુક્રવારે સમાપ્ત થઈ. તેને આજે દિલ્હી પોલીસ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. દિલ્હી કોર્ટે દિશાને ત્રણ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. પોલીસે કોર્ટને કહ્યું કે તે શાંતનુ અને નિકિતાની સામે દિશાની પૂછપરછ કરવા માંગે છે. દિલ્હી પોલીસના વકીલ ઈરફાન અહેમદે પટિયાલા હાઉસ કોર્ટમાં દિશાની ત્રણ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી હતી, જે કોર્ટે સ્વીકારી હતી.

 

અહેમદે કહ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં પુછપરછ દરમિયાન દિશા પ્રશ્નોના જવાબો આપવામાં આનાકાની કરી રહી છે. પુછપરછમાં દિશા રવિ સહયોગ નથી આપી રહી. અમે આ કેસમાં સહ આરોપી શાંતનુને નોટિસ આપી છે. શાંતનુ 22 ફેબ્રુઆરીએ તપાસમાં સામેલ થશે. તેને સહઆરોપી સાથે રૂબરૂ કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન દિશા રવિ નિકિતા અને શાંતનુને દોષી ઠેરવે છે. બધા આરોપીઓએ એક બીજા સામે રૂબરૂ કરવાની જરૂર છે. તેથી જ ત્રણ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગવામાં આવી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

ખેડૂતોના વિરોધ સંબંધિત સોશિયલ મીડિયા પર ‘ટૂલકીટ’ શેર કરવા અને એડિટ કરવા બદલ 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી દિશા રવિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસે ખાલિસ્તાની તરફી જૂથ અને તેના સક્રિય સભ્યોની ઓળખ કરવા અને ડિલીટ કરી નાખેલા WhatsApp ગ્રુપની માહિતી ફરીથી મેળવવા કસ્ટડી માંગી હતી.

 

આ પણ વાંચો: RBIએ કડક કર્યા ડિજિટલ પેમેન્ટના નિયમ, છેતરપિંડી વધવાથી જાહેર કરી ગાઈડલાઈન

Next Article