Vadodara: બોગસ કોરોના રિપોર્ટ કૌભાંડમાં કેસ ફાઈલ, ડૉકટર સહિત 4ની ધરપકડ

|

Jan 18, 2021 | 10:31 PM

વડદોરામાં ડૉક્ટર સહિતના કૌભાંડીઓએ કોરોનાને કમાણીનું સાધન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ તેમાં સફળ થયા ન હતા. વડદોરામાં અગાઉ નકલી રિપોર્ટ માટે ઝડપાયેલા વીમા એજન્ટ મિતેશ પ્રજાપતિની પૂછપરછમાં સામે આવ્યું છે.

વડદોરામાં ડૉક્ટર સહિતના કૌભાંડીઓએ કોરોનાને કમાણીનું સાધન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ તેમાં સફળ થયા ન હતા.
વડદોરામાં અગાઉ નકલી રિપોર્ટ માટે ઝડપાયેલા વીમા એજન્ટ મિતેશ પ્રજાપતિની પૂછપરછમાં સામે આવ્યું છે કે લુણાવાડાના દંપત્તિનો નકલી કોરોના રિપોર્ટ બનાવી વીમા માટે ફાઈલ તૈયાર કરવામાં આવી હતી અને રૂપિયા 4,46,000નો ક્લેમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ઘણી ફાઈલો મળી આવી છે કે જેમાં સામાન્ય દર્દીઓને કોરોના દર્દીઓ બતાવાયા છે અને આ માટે કોરોનાના નકલી રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા.

 

 

કૌભાંડમાં અન્ય ડૉક્ટરના નામ ખૂલવાની સાંભવના

આ સમગ્ર કૌભાંડમાં થોડા સમય પહેલા જે પી રોડ પોલીસ આ મામલે ગુનો નોંધી વીમા એજન્ટ મિતેશ પ્રજાપતિ, લેબોરટેરીનો સંચાલક રિપલ મિશ્રા, ડો. અનિલ પટેલ અને કોરોનાના નકલી દર્દી બનનારની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લુણાવાડાના દંપત્તિનો નકલી કોરોના રિપોર્ટ બનાવી વીમા માટે ફાઈલ તૈયાર કરવામાં આવી હતી અને 4,46,000નો ક્લેમ કરવામાં આવ્યો હતો. આ ચાર આરોપીઓ ઉપરાંત અન્ય એક ડૉ.રવિ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરાની અન્ય નામાંકિત હોસ્પિટલો અને તેમના સંચાલક તબીબોના આ કૌભાંડમાં નામ ખૂલે તેવી સંભાવનાઓ છે.

 

આ પણ વાંચો: કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અમદાવાદની પ્રજાને શું છે અપેક્ષા, જુઓ VIDEO

Published On - 10:26 pm, Mon, 18 January 21

Next Video