AHMEDABAD : સોલામાં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ હત્યા કરાઈ

|

Jul 03, 2021 | 7:31 PM

Murder in Sola : અમદાવાદના સોલા વિસ્તારમાં ફૂટપાથ પર બેસવા જેવી નજીવી બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. આગાઉ અમરાઈવાડી વિસ્તારમાં પણ આવી જ રીતે બે હત્યાઓ થઇ હતી.

AHMEDABAD : સોલામાં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ હત્યા કરાઈ
સાંકેતિક તસ્વીર

Follow us on

Murder in Sola : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા શહેરમાં ગુનાખોરી (CRIME) ડામવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં અમદાવાદ શહેરમાં ગુનાઓ સતત વધી રહ્યાં છે. આ ગુનાખોરીમાં ચોરી અને લૂંટફાટ કરતા હત્યાના બનાવો વધારે બની રહ્યા છે, જેના કારણો પણ ખૂબ સામાન્ય હોય છે. આવો જ એક હત્યાનો બનાવ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. જ્યાં ફૂટપાથ પર બેસવા જેવી નાની બાબતમાં ખેલાઈ ગયો ખૂની ખેલ.

સામાન્ય બાબતમાં ઝઘડો અને હત્યા
સોલા (Sola)માં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય વાતમાં આરોપી ધવલ રાવળ દ્વારા પૂનમ ઉર્ફે લાલાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૃતક પૂનમ અને આરોપી ધવલ રાવળ બંને મિત્રો હતા.થોડા સમય પહેલા જ ફૂટપાથ પર બેસવા જેવી નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો.જે તે સમયે બંને ના મિત્રોએ વચ્ચે પડીને બંને ને શાંત પાડ્યા હતા.

પરંતુ આરોપી ધવલ રાવળને આ ઝગડાથી લાગી આવ્યું હતું. ગત 2 જુલાઈને શુક્રવારે રાત્રે જ્યારે ધવલનો મિત્ર પૂનમ ઉર્ફે લાલા રોડ પર તેની રિક્ષામાં સુઈ રહ્યો હતો ત્યારે જ આરોપી ધવલે ઝગડાનો ગુસ્સો ઉતારવા માટે પૂનમના ચેહરા તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પૂનમને મોતને ઘાટ ઉતારી દીધો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હત્યાની સમગ્ર ઘટના CCTV માં કેદ
સામાન્ય બોલાચાલી અને ઝઘડા બાદ કરવામાં આવેલી આ હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે આરોપી ધવલે તેના મિત્ર પૂનમ ઉર્ફે લાલા પર એક બાદ એક તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી હત્યા (Murder) કરી પલાયન થઇ ગયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ધવલને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

અગાઉ અમરાઈવાડીમાં પણ આવી જ રીતે બે હત્યાઓ થઇ
અમદાવાદ (Ahmedabad) શહેરમાં સામાન્ય બાબતોમાં હત્યા કરવી હવે ગુનેગારો માટે સામાન્ય વાત બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રોડ પર બેસવા જેવી સામાન્ય વાતમાં હત્યા થઈ હોવાના અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાં હત્યાના બે બનાવો બન્યા પછી પણ હત્યાનો સિલસિલો અટક્યો નથી. આવો જ બનાવ હવે સોલા (Sola) વિસ્તારમાં પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો : UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

Next Article