બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ

|

Dec 08, 2021 | 1:57 PM

Surat: સરકાર રાજ્યભરમાં બાળકી પર બળાત્કાર અને હત્યા કરનાર ગુડ્ડુ યાદવના હોર્ડિંગ્સ રાજ્યભરમાં લગાવશે. જણાવી દઈએ કે ગુડ્ડુને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ
Harsh Sanghvi

Follow us on

સુરતમાં (Surat) બાળકી પર દુષ્કર્મ (Rape Case) કરનાર હેવાનને સેશન્સ કોર્ટે ફાંસીની આકરી સજા ફટકારી છે, 29 જ દિવસમાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. આ બાદ ભવિષ્યમાં આ પ્રકારના ગુના ન બને એ માટે રાજ્ય સરકારે પણ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દાખલો બેસાડવાના આશયથી આરોપીઓની કરતૂત અને તેને થયેલી સજાની વિગતો સહીત પોસ્ટર્સ રાજ્યભરમાં લગાવવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં પરંતુ આ હોર્ડિંગ્સમાં આરોપીની તસવીર પણ હશે તેવું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે. તો એક જ માસમાં આવા ગુનામાં બે આરોપીની ફાંસી અને એક ને કડક સજા ફટકારવામાં આવી છે. તો આગામી સમયમાં આવા ગુના ના બને એ માટે ખાસ એક્શન પ્લાન બનાવવા સરકાર જઇ રહી છે. તો જણાવી દઈએ કે મોટાભાગે આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચરતા હોય છે. આ દિશામાં શહેરોમાં મોબાઇલની જે દુકાનો દ્વારા પોર્ન વિડીયો કે ફિલ્મો ડાઉનલોડ કરી આપવામાં આવતી હશે તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે સુરત પાંડેસરાની અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ (Rape) આચરી હત્યા કરવાના કેસમાં આરોપી ગુડ્ડ મધેશ યાદવને કોર્ટે ફાંસીની આકરી સજા ફટકારી છે. દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતાં તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આરોપી કોણ છે?

અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લાં 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મિલમાં નોકરી કરે છે. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે.

આરોપીને સજા આપતા પહેલા 42 જેટલા પુરાવા અને મૌખીક જુબાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. સમગ્ર કેસ મામલે પીડિત પરિવારને રૂ.20 લાખની સરકાર સહાય આપશે. આ પહેલા પણ કોર્ટે બે કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

 

આ પણ વાંચો: Health Tips: સુખી લગ્ન જીવન માટે માત્ર કુંડળી જ નહીં, પરંતુ અચૂક જુઓ આ 5 મેડિકલ ટેસ્ટ રિપોર્ટ

આ પણ વાંચો: Vibrant Gujarat Summit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઇમાં વર્લ્ડ એક્સપોની મુલાકાતથી પ્રવાસનો પ્રારંભ કરશે

Next Article