ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો રાજકોટમાં આવ્યો સામે, ફિલ્મી ઢબે 4 કરોડ પડાવવાનો હતો પ્લાન, જાણો સંપૂર્ણ વિગત

|

Dec 08, 2021 | 6:34 AM

રાજકોટ: કદાચ રાજ્યમાં પ્રથમવાર ગે હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો હશે. આ ઘટના બની છે રાજકોટમાં, જ્યાં વિડીયો થાકી એક વ્યક્તિને બ્લેક મેઇક કરવામાં આવી.

ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો રાજકોટમાં આવ્યો સામે, ફિલ્મી ઢબે 4 કરોડ પડાવવાનો હતો પ્લાન, જાણો સંપૂર્ણ વિગત
Crime (File Image)

Follow us on

Rajkot: પહેલા કેળવી મિત્રતા. પછી બાંધ્યો શારિરીક સબંધ અને પછી વિશ્વાસધાત કર્યો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સંસ્થામાં રસોયા તરીકે કામ કરતા એક વ્યક્તિનો વીડિયો બનાવીને પાંચ જેટલા શખ્સએ 4 કરોડની ખંડણી માંગી કરી હતી. જો ખંડણી નહીં આપે તો તેનો વીડિયો વાયરલ (Viral Video) કરીને તેને અને તેની સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી. જો કે આખો મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા હનિટ્રેપના આ કિસ્સાનો પર્દાફાશ થયો છે.

જી હા રાજકોટનમાં ગે હનિટ્રેપનો (Gay Honey Trap) પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી સંસ્થાના એક સેવક દ્રારા પોલીસને તેનો બિભસ્ત વીડિયો બનાવીને વાયરલ નહીં કરવા માટે 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ પોલીસને કેટલાક ફોન રેકોર્ડિંગ અને મોબાઇલ નંબર આપ્યા હતા.

જેના આઘારે પોલીસે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ, ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ અને કિશોર ગોહિલની ધરપકડ કરી છે. જો કે વીડિયો ઉતારનાર અને આખી હનિટ્રેપનું છટકું ગોઠવનાર પોલીસ પકડથી બહાર છે. પોલીસના કહેવા પ્રમાણે હનિટ્રેપનું છટકું ગોઠવનારે વીડિયો ઉતાર્યા બાદ કિશોરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ આખો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કઇ રીતે રચ્યું હનિટ્રેપનું ષડયંત્ર

પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદીએ જે ફરિયાદ આપી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે હનિટ્રેપનો માસ્ટરમાઇન્ડ યુવાન સંસ્થામાં ભોજન માટે જતો હતો ત્યારે તેને રસોડાના સેવક સાથે મિત્રતા કેળવી હતી. આ યુવક સંસ્થામાં બંન્ને ટાઇમ ભોજન માટે જમવા માટે જતો હતો, આ મિત્રતા ચેટિંગ સુધી પહોંચી હતી અને બંન્ને મળવા લાગ્યા હતા.

બંન્ને વચ્ચેની મિત્રતા શારિરીક સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે શારિરીક સબંધ બાંધતો બિભસ્ત વીડિયો ઉતારી દીઘો હતો. વીડિયો ઉતારીને આ યુવકે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે વીડિયો બનાવનાર યુવક પોલીસ પકડથી દૂર છે, તે ભોપાલનો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વીડિયો ઉતાર્યા બાદ હનિટ્રેપનો પ્લાન કિશોર ગોહિલે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે અને અન્ય ત્રણેયને 15 લાખ રૂપિયા જ્યારે બાકીના રૂપિયા કિશોર પોતે રાખવાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેયને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.

જ્યારે ફરાર ગે હનિટ્રેપના માસ્ટરમાઇન્ડની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ હનિટ્રેપની ટોળકીએ કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે વીડિયો બનાવનાર યુવક સકંજામાં આવ્યા બાદ જ માલુમ પડશે.

 

આ પણ વાંચો: Vibrant Gujarat Global Summit 2022 પહેલા 8 ડિસેમ્બરે દુબઈમાં રોડ-શૉ, મુખ્યપ્રધાન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે

આ પણ વાંચો: MAHISAGAR : વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો મળ્યા, તમામને હોમ કવોરન્ટાઇન કરાયા

Next Article