સુશાંત સિંહ ડ્રગ્સ કેસ: એનસીબીએ કુલ 52,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, રિયા સહિત 33 આરોપીઓ, 200 લોકોને સાક્ષી બનાવ્યા

|

Mar 05, 2021 | 4:05 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં 12,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 33 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમજ 200 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ એનસીબી અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કુલ 52,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 33 લોકોને આરોપી બનાવામાં આવ્યા છે. તેમજ 200 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટ હાર્ડ કોપીમાં 12000 પાના છે, જ્યારે ડિજિટલ ફોર્મેટમાં તે 40000 પેજીસ છે. આપને જણાવી દઈએ કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે કથિત રીતે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી, જેની તપાસ સીબીઆઈ, એનસીબી અને ઇડીની ત્રણ કેન્દ્રિય એજન્સીઓ કરી રહી છે.

સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલી પહેલી ધરપકડના આધારે ચાર્જશીટ એટલે આરોપ પત્ર ફાઇલ કરવા માટે NCB ની પાસે છ મહિનાનો સમય હતો. એનસીબીએ સુશાંત સિંહ મૃત્યુ કેસમાં ઇડી અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના કેટલાક કર્મચારીઓ વચ્ચે ખાનગી વોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાતચિત સામે આવ્યા બાદ ઓગસ્ટમાં આ મામલો નોંધાયો હતો. અને પછી આ મામલાની ડ્રગ્સ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

એનસીબીએ આ બધા પર સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી અને સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો છે. 6 મહિનાની તેની તપાસમાં, એજન્સીએ મહારાષ્ટ્રના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને શહેરમાં અને બોલિવૂડમાં ડ્રગ્સનું કૌભાંડ બહાર આવ્યું હતું. એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર અને અર્જુન રામપાલ સહિતના ઘણા સ્ટાર્સની ડ્રગ્સના મામલાની તપાસમાં પૂછપરછ કરી હતી.

ચાર્જશીટના માધ્યમથી એજન્સી દ્વારા આ તમામ નિવેદનો અને અન્ય તારણો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેની હવે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આરોપીને કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવશે.

સુશાંત સિંહ મૃત્યુ કેસમાં ફક્ત એઈમ્સની પેનલે કહ્યું છે કે અભિનેતાનું મોત હત્યા નહીં પણ આત્મહત્યા છે. એઈમ્સ પેનલના નેતૃત્વ કરવા વાળા ડો.સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી નથી, તે આત્મહત્યાનો મામલો છે. સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા બાદ એઈમ્સની ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી હતી.

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર આત્મહત્યા કરવાનો આરોપ મૂક્યો હતો અને પૈસાની લેતીદેતીનો લગાવ્યો હતો. ત્યારબાદ એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડને ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. જોકે બાદમાં રિયા જામીન પર છૂટી ગઈ હતી.

 

Next Video